અમદાવાદ પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનાર સરકારી કર્મીઓ માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પોલીસ એક્શનમાં આવી અને રાજ્યભરમાં હેલ્મેટ ન પહેરતા સરકારી કર્મચારીઓ માટે વિશેષ ડ્રાઈવનું આયોજન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવ્યું.
ગુજરાત હાઇકોર્ટની સચોટ ટકોર બાદ રાજ્યભરમાં સરકારી કર્મીઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે જેને લઈ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સરકારી કચેરીઓ વિશેષ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમદાવાદ શહેર ખાતે વિવિધ વિસ્તારોમાં આવેલ સરકારી કચેરીઓ ખાતે પણ ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચેરીએ હેલ્મેટ વગર આવતા વાહન ચાલકો દંડાયા હતા.
પોલીસ કર્મીઓ બોડીવીર્ન કેમેરા સાથે સજ્જ જોવા મળ્યા હતા અને અમદાવાદની સરકારી કચેરીઓમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુઁ. અમદાવાદના વસ્ત્રાપુર, સોલા હાઇકોર્ટ, અર્બન હેલ્થ સેન્ટર રખિયાલ, ગોમતીપુર પોલીસ હેડક્વાર્ટર, કલેક્ટર ઓફીસ, નારોલ ઝોનલ ઓફીસ, ન્યુ ઇન્કમટેક્ષ ઓફીસ, રૂરલ એસપી ઓફીસ, ઉસમાનપુરા એએમસી, સિવિલ જેવા સ્થળોએ પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી હતી જેમાં હેલ્મેટ ન પહેરનાર કર્મીઓ દંડાયા હતાતો પોલીસ દ્વારા હેલ્મેટ પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા.
જેમાં પૂર્વ અને પશ્ચિમમાં મળી પોલીસ કર્મીઓ પર કુલ 58 અને સરકારી કર્મીઓ પર કુલ 415 કેસો કરવામાં આવ્યા હતા અને કુલ 2,36,800નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.