Ahmedabad

દિવાળી પહેલાંની ઝગમગ સાંજ – ટાફ પરિવારનો અનોખો સ્નેહમિલન:-

રિપોર્ટ: અનુજ ઠાકર.

દિવાળી ની ઉજવણી તો દિવાઓ, રોશની અને ફટાકડાઓ ની ઝગમગાટ થી થાય. પણ આ બધી ઝાકઝમાળ સિવાય પણ અમદાવાદ જેવા વિશાળ શહેરના એક ખૂણે એક સ્નેહમિલન સમારંભ યોજાય જેની રોશની થી આખું ય શહેર અંજાય તો એ તો ફક્ત ટાફ પરિવાર જ કરી શકે.

ગતરાત્રે અમદાવાદ ના ગોતા વિસ્તારમાં થોડાં સમય પહેલાં જ શરું થયેલ Bliss Dine Restaurant & Banquet ખાતે ટાફ પરિવાર દ્વારા એક દિવાળી પહેલા નો સ્નેહ મિલન સમારોહ Diwali Bliss યોજાઈ ગયો અને પ્રસંગ ખરેખર Blissful રહ્યો.

ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠ અને દર્શિની શેઠના સંકલન અને ટાફની ટીમના સહયોગથી યોજાયેલી આ ઇવેન્ટમાં આશરે 150 થી વધુ સભ્યોની હાજરી રહી. પ્રથમ વખત આટલી ભવ્ય રીતે આયોજિત ટાફની ઇવેન્ટે દરેકને આત્મીયતાનો અહેસાસ કરાવ્યો.

કાર્યક્રમમાં, સ્વાદિષ્ટ ભોજન અને દિવાળીના ગિફ્ટ્સની ઉજવણી સાથે આખી જગ્યા પ્રકાશિત થઈ ગઈ હતી. કાર્યક્રમમાં જોડાયેલા સભ્યોની અભિવ્યક્તિ અને એકબીજા પ્રત્યેનો ઉષ્માભર્યો સંબંધ ટાફને માત્ર ગ્રુપ નહીં પરંતુ “એક પરિવાર” તરીકે પ્રગટ કરતા હતાં. કાર્યક્રમ ની શરૂઆત ફેશન શો, કરાઓકે ગીતો થી થઈ. બાદમાં શ્રી યોગેશ જીવરાણી અને શ્રી સૂરજ બરાલીયા ની સ્ટેન્ડ અપ કોમેડીએ સૌને પેટ પકડીને હસાવ્યા તો કવિ ભાવેશ ભટ્ટે ય કવિતાઓનું રસપાન કરાવ્યું.

ગુજરાતના “ફોક સ્ટાર” તરીકે જાણીતા ભાઈ ભાઈ શ્રી અરવિંદ વેગડા એ દેવાંશી ભાવસાર સાથે મળીને હિન્દી ગુજરાતી ગીતોની સૌને મોજ કરાવી તો કાર્યક્રમ ના અંતે સૌ મિત્રો ડિજે ના તાલે ઝૂમ્યાં પણ ખરાં. DJ તરીકે ટાફ ગૃપના જ નમન ત્રિવેદી અને એમના સાથી મિત્ર એ બધાને મન મૂકીને નચાવ્યા હતા તો સમગ્ર કાર્યક્રમ દરમ્યાન સાઉન્ડ સિસ્ટમ નો સહયોગ ચિરાગ શાહ ખજાના દ્વારા સાંપડ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મંચ સંચાલન ભૂમિકા વિરાણી તથા દામિની ભાવસારે કર્યું હતું.

આ દિવાળી સેલિબ્રેશનમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સાહિત્ય જગતના જાણીતા દિગ્દર્શક, કલાકારો અને સાહિત્યકારોની હાજરી રહી હતી. જેમાં આવનારી ગુજરાતી ફિલ્મ રહસ્યમની ટીમ જેમાં જાણીતા અભિનેત્રી અને ફિટનેસ કોચ સપના વ્યાસ, ઉત્સવ નાયક, મોહિત શર્મા, મકરંદ શુક્લ, ફિલ્મ ડિરેક્ટર આસિફ સિલાવત અને ફિલ્મના પ્રોડ્યુસર કરણસિંહ તોમર હાજર રહ્યા હતાં. એ સિવાય ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં જાણીતાં કલાકારો મોના થીબા, મૌલિક ચૌહાણ, સુનિલ વિસરાની, ભરત ઠક્કર, માનિન ત્રિવેદી, પાર્થ મધુકૃષ્ણ, હર્ષદીપ જાડેજા, ઋષભ થાનકી અને કિન્નલ નાયકની હાજરીએ પ્રસંગને ઔર દિપાવ્યો હતો. સાહિત્ય જગતમાંથી જાણીતા કવિ ભાવેશ ભટ્ટ અને પત્રકાર જગતમાંથી બીબીસી ન્યૂઝના તેજસ વૈદ્ય ની હાજરી ખાસ રહી હતી.

ટાફ સભ્યો દ્વારા આયોજિત ઇવેન્ટમાં સ્પોન્સરશિપ, સ્થળ વ્યવસ્થા, ગિફ્ટ, મીઠાઈ, ગીફ્ટ હેમ્પર જેવા તમામ બાબતોમાં ઉત્સાહપૂર્વક સહયોગ અપાયો હતો જેમાં વેન્યુ અને ભોજન પાર્ટનર Bliss Dine Restaurant, બેનર્સ અને બોર્ડ માટેના સ્પોન્સર ક્રિએટિવ બ્રાન્ડ, ટાફના મિત્રો ના સહયોગથી મિઠાઈ તથા શ્રી મહેતા તરફથી નમકીન સહિત અન્ય સભ્યો તરફથી અલગ અલગ ગીફ્ટ્સ, બુક્સ અને હેમ્પર્સ આપવામાં આવ્યા હતા.

જેમાં મિઠાઈના સહયોગીઓ (બધાના નામ) સાથે નમન રમૈયા અને મનિષ પટેલ ઝેડકેડ ગૃપ દ્વારા પુસ્તકો અને કૌશલ શાહ તરફથી હેમ્પર અને સત્વ ગોલ્ડ તરફથી ટાફ ગૃપની સૌ માનુનીઓ ને પર્સ ભેટ અપાયું હતું. નડિયાદ થી ઘ્રુવેશભાઈ શાહ સૌના માટે ખાસ ભાદરણ ના સ્વાદિષ્ટ મગ લાવ્યા હતા તો કુણાલ જોશી જેન્નેક્સટ સ્ટુડિયો તરફથી ફોટોગ્રાફી ની સેવા આપવામાં આવી હતી. ઈવેન્ટ ના સુચારુ આયોજન અને વ્યવસ્થા માટે આખી સોશિયલ મીડિયા ટીમ નો સહયોગ રહ્યો હતો. સૌના સંયુક્ત પ્રયત્નોનું પરિણામ, એક એવી યાદગાર સાંજ જેમાં આનંદ, લાગણી અને એકતાનો ઝળહળતો સંગમ જોવા મળ્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નવરાત્રીની આઠમે 58 સિનિયર સિટીઝનોનું મહાઆરતી સાથે સન્માન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ આપતો શાહ પરિવાર

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે નવરાત્રીની આઠમે ભાવિન સુરેશચંદ્ર શાહ અને…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું

અમદાવાદ, સંજીવ રાજપૂત; ઓલિમ્પિક ૨૦૩૬ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં…

1 of 25

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *