રિપોર્ટ: અનુજ ઠાકર.
અમદાવાદ : અમદાવાદ શહેરી વિસ્તારની વિવિધ સહકારી સંસ્થાઓ જેવી કે મહિલા શરાફી મંડળી, અન્ય શરાફી મંડળી તેમજ સેવા મંડળીઓ દ્વારા દેશનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે “નમો પોસ્ટકાર્ડ અભિયાન” હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત સહકાર ક્ષેત્રે કરવામાં આવેલ મહત્વપૂર્ણ સુધારાઓ અને કેન્દ્ર સરકારના નિર્ણયો માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને સહકારિતા વિભાગને અલગ બનાવી તેને ગૃહમંત્રી માન. અમિતભાઈ શાહને સોંપવામાં આવ્યો ત્યારથી “સહકારથી સમૃદ્ધિ” સૂત્રને સાકાર કરવા અનેક પ્રયાસો થયા છે.
સહકારી મંડળીઓ દ્વારા ખેડૂતોને 0% વ્યાજ સહાય સાથે ધિરાણ સુવિધા, CSC સેવા, જન ઔષધિ કેન્દ્ર, PMKSK, પ્રાકૃતિક ખેતીના લાભો, ટેકાના ભાવે MSP અને કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે. ઉપરાંત, જિલ્લાની સહકારી બેંકોમાં એકાઉન્ટ ખોલવાના કારણે બેંકોની થાપણો અને સમગ્ર ક્ષેત્રે સધ્ધરતા જોવા મળી રહી છે.
આ રીતે સહકારી સંસ્થાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી તેમજ “સહકારથી સમૃદ્ધિ” સૂત્રને વાસ્તવિકતામાં ઉતારી બતાવ્યું છે.