રિપોર્ટ : અનુજ ઠાકર.
અમદાવાદ શહેર હવે નવી ઊંચાઈએ પહોંચી ગયું છે સૌંદર્ય અને સ્ટાઈલિંગના જગતમાં. જાણીતી ઉદ્યોગસાહસિક ટ્વિંકલ પટેલ દ્વારા “ફ્લોરિયનહુરેલ હેર કોટ્યુર એન્ડ સ્પા”નો શુભારંભ થયો છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્પેશિયલ અવસરે બોલિવૂડની જાણીતી અભિનેત્રી વાણી કપૂર ખાસ ઉપસ્થિત રહી, અને તેમના હસ્તે ઉદ્ઘાટન થયું.
આ પ્રસંગે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અનેક જાણીતા કલાકારોએ પણ હાજરી આપી હતી, જેમાં ઉલ્લાસ અને ઉત્સાહ ભરેલું વાતાવરણ હતું. દરેક ડિટેઇલમાં દેખાતી વર્લ્ડ ક્લાસ સ્ટાન્ડર્ડ્સ, સ્પા અને હેર કોટ્યુરની દુનિયામાં નવી વ્યાખ્યા ઉભી કરે છે.
ટ્વિંકલ પટેલે આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું:
“આ દિવસ મારી માટે ખૂબ જ વિશેષ રહ્યો. વાણી કપૂર સાથે એ યાદગાર પળો વિતાવવી અને મારા સપનાનું સાકાર સ્વરૂપ લોકો સમક્ષ લાવવું એ એક અનમોલ અનુભૂતિ રહી.”
“ફ્લોરિયનહુરેલ હેર કોટ્યુર એન્ડ સ્પા”માં આધુનિક ટેક્નોલોજી, કુશળ હેર આર્ટિસ્ટ્સ અને એક શાંતિમય, આરામદાયક વાતાવરણનો સમન્વય કરવામાં આવ્યો છે. જ્યાં સુંદરતા અને આરામનું સંપૂર્ણ સમન્વય અનુભવાશે.
ટ્વિંકલ પટેલને તેમના આ નવા સાહસ માટે અનેક શુભેચ્છાઓ.
આ નવતર શરૂઆત નવી ઊંચાઈઓ સર કરે એવી શુભકામનાઓ! 💇♀️✨🌿