અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે ત્યારે. ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહ સાથે પ્રેરક શાહ, પ્રમુખ, કર્ણાવતી મહાનગર ભાજપ દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.
તેઓએ જણાવ્યું હતું કે આ અવસરે કર્ણાવતી મહાનગર સંગઠન અને વર્તમાન સંજોગોને આધીન વિષયો પર ચર્ચા થઈ. આ દરમિયાન મારી કર્ણાવતી મહાનગર અધ્યક્ષ તરીકેની જવાબદારી માટે તેમનું અમૂલ્ય માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું.