૧૫ એપ્રિલ સુધી કેનાલમાં પાણી આપો – ખેડૂતોઓટોમોબાઈલ કંપનીઓમાં બારેમાસ પાણી અપાય છે, તો જગતતાતને ૧૫ દિવસ વધુ કેમ નહીં. ઉનાળું ઘસચારાને માત્ર બે પિયતની જરૂર હોઈ પાણી આપવા ખેડૂતોની માંગ સરદાર સરોવરમાં ઉનાળું સીઝન સિંચાઈ અર્થે પાણી અપાય એટલો જથ્થો છતાં જગતતાત સાથે અન્યાય કેમ….??
બહુચરાજી, ચાણસ્મા સહિત પંથક મોટાભાગે પશુપાલન અને ખેતીવાડી પર નભતો હોઈ નર્મદા કેનાલનાં પાણીથી સિંચાઈ થાય છે. જયારે નર્મદા વિભાગનાં ૩૧ માર્ચે પાણી બંધ કરવાની જાહેરાતનાં પગલે ખેડૂતો જગતમાં નારાજગી પ્રસરી છે. વિસ્તારમાં પશુપાલન વધુ હોઈ ઘાસચારાનું વાવેતર વધુ થયું છે.
જેને હવે ૨ પિયતની જરૂરિયાત છે, જો નર્મદા વિભાગ દ્વારા ૧૫ દિવસ પાણી વધુ આપવામાં આવે તો કૃષિક્ષેત્રે ખેડૂતોને ઘણો ફાયદો થાય તેમ છે. આગામી ચાલુ વર્ષે જગતતાતને વાવાઝોડા સહીત કમોસમી માવઠાનાં કારણે ઘણું નુકશાન વેઠવું પડ્યું હતું.જયારે હાલમાં પાણી બંધ થાય તો ઉનાળું ઘસચારાનું વાવેતરમાં ઉભું સુકાઈ જવાની નોબત આવશે,જેથી જગતતાતને ઉભા વરહનું નુકશાન વેઠવું પડશે,
ઈન્દ્રપ ગામના ખેડૂત રાજુભાઈ રબારીએ જણાવ્યું હતું કે કે ઉનાળું ઘસચારાને માત્ર બે જ પિયતની જરૂર છે.નર્મદા કેનાલમાં ૧૫ દિવસ વધુ પાણી અપાય તો ઉનાળું ભર પશુઓનાં ઘાસચારાની પંથકમાં શાંતિ થઇ જાય, જયારે કેનાલમાં પાણીનાં ભરોશે જ વાવેતર કર્યું છે.
બીજી કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી, જેથી સરકારને ૧૫ દિવસ વધુ પાણી આપે ઘણી રાહત થાય તેમ છે. ખેડૂતને ચૂંટણી સમયે કઈ અપેક્ષા રાખતો નથી પણ સરકાર ખેડૂ સામે જોઈ રાહત થાય તેવો ન્યાય કરે એવી માંગ કરું છું…
આ અંગે ચાણસ્મા નર્મદા વિભાગ કચેરીનાં જણાવ્યા અનુસાર હાલમાં સરકારની સૂચના મુજબ નર્મદા કેનાલનો પાણી પુરવઠો ૩૧ માર્ચે બંધ કરવામાં આવનાર છે. વધુ મુદત માટે પાણી ચાલુ રાખવા ખેડૂતો તરફથી કોઈ લેખિત રજુઆત મળેલ નથી.જો રજુઆત આવશે તો આ અંગે વડી કચેરીને રજુઆત કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર