ડેડકડી,કેરીયા અને ધામણકા ગામોની શાળાઓમાં એક એક જ ઓરડાઓ
સરકારની નવી શિક્ષણમાં પીડિયર પ્રદ્ધતિની અમલવારી નો ઉલાળીયો વિદ્યાર્થીઓ બે પાળીમાં ભણવા માટે મજબૂર થયા
ઉમરાળા તાલુકાના ડેડકડી,કેરીયા અને ધામણકા સહિતના ગામોની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ મેદાનમાં બેસી ભણવા મજબૂર
ઉમરાળા તાલુકાની લગભગ શાળાઓમાં ઓરડાની ઘટ છે જ્યારે ૧૭ થી વધુ શાળામાં ઓરડાઓ જર્જરિત હાલતમાં છે
ભર ચોમાસે ભીંજાતું બાળપણ, ચાર ઓરડામાં એક થી આઠ ધોરણનું ચાલે છે શિક્ષણ,આમ તે કેવી રીતે ભણશે ગુજરાત,૧ થી ૮ ધોરણ સામે માત્ર ચાર જ ઓરડા હોવાથી મેદાનમાં વિદ્યાર્થી ઝાડ નીચે ભણે છે
સ્કુલ ચલે હમ…એક તરફ સરકાર ભાર વગરનાં ભણતરનાં મોટા મોટા દાવા કરી રહી છે અને ડિજિટલ ભણતર તરફ બાળકોને લઈ જવાના પ્રયાસ છે ત્યારે ખરેખર પરિસ્થિતિ પાયા વિહોણી છે
ઉમરાળા તાલુકાના ડેડકડી, કેરિયા અને ધામણકા ગામની શાળામાં એક એક જ ઓરડાઓ ઉપલબ્ધ છે જ્યારે રંઘોળા નજીક આવેલ ઠોંડા ગામની પ્રાથમિક શાળામાં અપુરતા ઓરડાના કારણે વિદ્યાર્થીઓને બે પાળીમાં બેસીને અભ્યાસ કરવો પડે છે
શાળામાં ધો૧ થી ૮ના વર્ગો ચાલે છે ત્યારે વિદ્યાર્થીઓ ચોમાસાની ઋતુમાં પણ મેદાનમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ઠોંડા ગામની પ્રાથમિક શાળામાં ૧ થી ૮ ધોરણ સામે ફક્ત ૪ ઓરડાઓ આવેલા છે ધો ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે બેસવા માટે પુરતા ઓરડા નથી
જેથી શિક્ષકોને ના છુટકે વિદ્યાર્થીઓને બહાર ખુલ્લા મેદાનમાં ઝાડ નીચે ભણવા માટે બેસાડવા પડે છે હાલ પ્રાથમિક શાળામાં ૪ થી ૬ ઓરડાની ઘટ છે.જેથી શિક્ષકોને ના છુટકે વિદ્યાર્થીઓને બહાર મેદાનમાં બેસાડવા માટે મજબૂર બને છે જો વરસાદ પડે તો એક ઓરડામાં બે ધોરણ સાથે બેસાડવા પડે છે જેના કારણે વિદ્યાર્થીઓ કલાસરૂમમાં યોગ્ય રીતે બેસી શકતા નથી ક્યારેક આચાર્યની ઓફિસમાં પણ વિદ્યાર્થીઓને બેસાડી અભ્યાસ કરાવવો પડે છે
શાળામાં પુરતા ઓરડા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે બીજી બાજુ શિક્ષણ તંત્ર,કે ચૂંટાયેલા પદાધિકારીઓને તેના ઉકેલની પડી ન હોવાનો બળાપો શિક્ષણ જગતના તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા