Breaking NewsLatest

ડીસા નવજીવન બી.એડ્. કોલેજના તાલીમાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ નમૂના બનાવ્યા.

સર્જનાત્મકતા આધારિત નમૂના શિક્ષણ કાર્યમાં ઉપયોગી બનશે ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ.કોલેજ ખાતે વેસ્ટમાંથી બેસ્ટ નમુના બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં તમામ તાલીમાર્થીઓએ સુંદર નમૂના તૈયાર કર્યા હતા.

તાલીમાર્થીઓમાં સર્જનાત્મકતાના ગુણો વિકશે તેવા ઉમદા હેતુથી નવજીવન બી.એડ કોલેજ ખાતે વેસ્ટ માંથી બેસ્ટ નમૂના બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં સેમેસ્ટર 1અને સેમેસ્ટર 3 ના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમાર્થીઓએ પોતાના કલા કૌશલ્ય દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ સુંદર નમૂનાઓ તૈયાર કર્યા હતા આ નમૂનાઓ તેઓને શૈક્ષણિક કાર્યમાં પણ ઉપયોગી થઇ પડશે. સર્જનાત્મકતાના ઉત્તમ નમૂના તૈયાર કરનાર સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 3 ના તાલીમાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોલેજના આચાર્ય  ડૉ.સોનલબેન પ્રજાપતિ, પ્રા.અમિતકુમાર સોલંકી, પ્રા. જયેશભાઇ ઠક્કર, પ્રા. નિરવભાઈ પરમાર, પ્રા.અમિતભાઈ ઠાકર, પ્રા. રમેશભાઈ પટેલ, પ્રા.બીનાબેન પટેલ, લાઈબ્રેરીયન મહેશભાઈ ચૌધરી, સિનિયર ક્લાર્ક અનાભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

      અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં સાવરકુંડલાની કપોળ કન્યા છત્રાલયનો દબદબો: ‘ઓળીપો’ એકાંકીએ દ્વિતીય સ્થાન મેળવ્યું

અમરેલી જિલ્લાનું ગૌરવ: રાજ્ય કક્ષાએ કપોળ કન્યા છત્રાલયની દીકરીઓએ અભિનયના ઓજસ…

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, ઉપસરપંચે ઉચ્ચ…

ઘણા વર્ષો ની તપસ્યા પછી આ માર્ગ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ ને સોંપવામાં કસવાળા ની કુનેહ ને શ્રેય

સાવરકુંડલા –જીકીયાળી રોડ માટે ₹૪.૯૦  કરોડ મંજૂર કરાવતા ધારાસભ્યશ્રી મહેશભાઈ…

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું

ગોપાલભાઈ ઇટાલીયા ની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમની રૂપરેખા પ્રમાણે પ્રેમપરાથી…

1 of 742

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *