બાધા, આખડી અને માનતા હોય તેવા માઇભક્તો ને દર્શન કરવાની મંજૂરી અપાઈ.
દૂર ના અંતરે થી નીકળેલા પદયાત્રી સંઘો જાણે ઉતાવળે ઉતાવળે અંબાજી જવાની હોધ માં દુર્ગમ ઘાટી પસાર કરતા જોવા મળ્યા હતા.
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ ના મેળા ને લઈ રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.જેનું ખોટું અર્થઘટન થતા અંબાજી મંદિર 25 સપ્ટેમ્બર સુધી બંદ રહશે તેવો સોશ્યિલ મીડિયા માં મેસેજ વાઇરલ થયો છે.જોકે વાસ્તવમાં અંબાજી મંદિર બંદ નહીં રહે પરંતુ મેળો રદ કરાયો હુવાનું અને બાધા, આખડી અને માનતા હોય તેવા માઇભક્તો ને દર્શન કરવાની મંજૂરી આપાઈ હોવાનું અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદારે જણાવ્યું હતું.
યાત્રાધામ અંબાજી માં ભાદરવી પૂનમ નો મેળો યોજાશે કે નહીં તેને લઈને છેલ્લે સુધી અસમંજસ રહી હતી. દરમિયાન15 સપ્ટેમ્બરે રાજ્ય ના ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પડયો હતો.આ અંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર એસ. જે. ચાવડા એ જણાવ્યું હતું કે પરિપત્ર નું ખોટું અર્થઘટન થતા અંબાજી મંદિર 25 સપ્ટેમ્બર સુધી બંદ રહેશે તેવો સોશ્યિલ મીડિયા માં મેસજ વાઇરલ થયો છે. જોકે, વાસ્તવમાં અંબાજી મંદિર બંદ નહિ રહે પરંતુ મેળો રદ કરાયો છે. જ્યાં બાધા, આખડી અને માનતા હોય તેવા માઇભક્તો દર્શન કરી શકશે.ત્યારે મેળા ની અસમંજસ વચ્ચે વહેલા અંબાજી આવી દર્શન કરી ચૂકેલા માઇભક્તોમાં તંત્ર ની નીતિ સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.કે આવી જાહેરાત અગાઉ થી કેમ કરવામાં આવી ન હતી. એટલું જ ભાદરવી પૂનમના દર્શન થી વંચિત રહેવા અંગે પણ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.
માર્ગ માં કોઈ અગવડ ના પડે તે માટે અંબાજી ને સંકળાયેલા માર્ગો પર ઠેર-ઠેર ચા-પાણી, નાસ્તો તેમજ વિસામાં માટે કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યા છે.
માતાજી ના ભંડારમાં બે દિવસમાં રૂ.20 લાખ ની આવક,90000 પ્રસાદ ના પેકેટ નું વિતરણ
વર્ષ 2019 ની તુલના કરતા એસ ટી વિભાગ ના સૂત્રો દ્વારા મળેલ વિગત મુજબ મેળાની શરૂવાતના બે દિવસમાં 165000 જેટલી આવક થવા પામી હતી .ત્યારબાદ અગિયારસ થી તેરસ સુધી નોંધપાત્ર વધારો આવક માંજોવા મળ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે છેલ્લા 2 દિવસમાં 12 લાખ જેટલી આવક નોંધાઈ છે.મંદિર માં વર્ષ 2019 માં મેળા ના પ્રથમ દિને 61 લાખ ની આવક અને 3 લાખ પ્રસાદ ના પેકેટ નું વિતરણ થવા પામ્યું હતું.બીજા દિને 71 લાખ ની આવક અને 5 લાખ પ્રસાદ ના પેકેટ નું વિતરણ થવા પામ્યું હતુ. ચાલુ વર્ષ મેળો રદ કરાયો છે. પરંતુ ભક્તજનો માટે કોવિડ ગાઈડલાઈન મુજબ દર્શન ચાલુ છે.જ્યાં બે દિવસમાં મંદિર ના ભંડાર ગણતરીમાં 18 લાખ જેટલી આવક જ્યારે બે દિવસમાં પ્રસાદ ના 70000 જેટલા પેકેટ નું વિતરણ કરાયું છે.
પ્રહલાદ પૂજારી અંબાજી