ગુજરાતના વિવિઘ વિસ્તારોમાં અલગ અલગ હોસ્પિટલ આવેલ છે, ગૂજરાત સરકાર હસ્તક ના સરકારી હોસ્પિટલ ખાતે પણ હવે ફાયરની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઈમરજન્સી માટે કોઈ આગજની કે અન્ય કોઈ બનાવ બને તે માટે આવી હોસ્પિટલ મા ફાયરના ઉપકરણ આપવામાં આવ્યાં છે આ ઉપકરણ ઈમરજન્સી વખતે કેટલાં ઉપયોગી થઈ શકે તે માટે અંબાજી ખાતે આવેલી આધ્યશક્તિ હોસ્પિટલ ખાતે આજે ફાયરની મોકડ્રીલ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
6 જૂન ના રોજ બપોરના સુમારે અંબાજી ખાતે આવેલી એકમાત્ર સરકારી આધ્યશક્તિ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વખતે કોઈ આગની કે અન્ય કોઈ ઘટના બને ત્યારે હોસ્પિટલ મા રાખેલા ઉપકરણ કેટલા ઉપયોગી થઈ શકે તે માટે ડોક્ટર લલિત ચૌધરી ની અધ્યક્ષતા મા ફાયરની મોકડ્રિલ યોજાઇ હતી જેમાં આ હોસ્પિટલ ખાતે સ્વિપર નુ કામ કરતા પ્રકાશ ભાઈ અને રવિભાઈ જોડાયા હતા, વિશેષ અઘિકારી તરીકે અંબાજી પોલીસ સ્ટેશન ના પીઆઈ જે બી આચાર્ય હાજર રહ્યા હતા અને તેમની સાથે હોસ્પિટલ સ્ટાફ પણ જોડાયો હતો. આ હોસ્પિટલ ના વિવિઘ વિભાગો અને કમ્પાઉન્ડ માં મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ બાય પ્રહલાદ પુજારી અંબાજી