(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં કોરોના કહેરને લઈને સરકાર દ્વારા વિવિઘ નિયમો અને ગાઇડલાઇન બનાવવામા આવી છે ત્યારે અંબાજી ખાતે પણ કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને 14 જૂનના રોજ અંબાજી કોવિડ સેન્ટર સંપૂર્ણ ખાલીખમ થઈ ગયું છે.
અંબાજી સિવિલ હોસ્પિટલ 2018 મા સરકાર હસ્તક શરૂ કરાયા બાદ અહીં વિવિઘ ડોક્ટર ની ભરતી કરવામાં આવી હતી અને જયારે કોરોના ની બીજી લહેર આવી ત્યારે 13 એપ્રીલ ના રોજ અંબાજી ખાતે કોવિડ સેંટર શરૂ કરવામાં આવ્યું હતું પહેલા અહીં ઓકસીજન પ્લાન્ટ ની વ્યવસ્થા ન હોવાથી પાલનપુર થી ઓકસીજન લાવવો પડતો હતો ત્યારબાદઅંબાજી ખાતે 14 જૂન ના રોજ ઓકસીજન પ્લાન્ટ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, અંબાજી કોવિડ સેન્ટર ના હેડ ડોકટર શોભા ખંડેલવાલ, આરએમઓ ડોકટર રાજ સારસ્વત સહીત અન્ય ડોક્ટર અને હોસ્પીટલ સ્ટાફ ની સુંદર કામગીરી થી આ હોસ્પીટલ થી ઘણા લોકો સારવાર દરમિયાન ઠીક થઈને ઘરે ગયા છે.
@@13એપ્રીલએ શરૂ થયુ અને 14 જૂનએ ખાલી થયુ@@
13 એપ્રીલ ના રોજ અંબાજી સીવિલ હોસ્પિટલ ખાતે બીજામાળે કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું જેમાં લગભગ 2 મહિના સુધી 350 જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી જેમાં 35 જેટલા દર્દીઓનું મૃત્યું થયું હતું અને 315 જેટલાં દર્દીઓ સાજા થઈને ઘરે ગયા હતા. ડોક્ટર રાજ સારસ્વત ની કામગીરી ખૂબ ખૂબ સુંદર રહી હતી સાથે તમામ ડોક્ટર ની કામગીરી પણ ઘણી સારી રહી હતી