શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાનું પવિત્ર અને પ્રાચીન મંદિર આવેલું હોવાથી આ ધામ સ્વર્ગ નગરી અંબાજી તરીકે ઓળખાય છે. આ ધામમાં માઅંબા ના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમા શિવભક્તો શિવજીની આરાધના કરતા હોય છે આમ અંબાજી ધામ સરસ્વતી નદીને કિનારે આવેલું હોવાથી અંબાજી શિવ નગરી તરીકે પણ ઓળખાય છે .શ્રાવણ અમાસ ના દિવસે શ્રાવણ માસ પૂરો થતો હોઈ શિવભક્તો દ્વારા દેવ દર્શનઅને પુજા-અર્ચના કરવામાં આવી હતી. અંબાજીના શિવભક્તો દ્વારા છેલ્લા 11 વર્ષથી માંગલ્યવન નજીક આવેલા પવિત્ર સ્થળે શ્રાવણ માસના દરેક દિવસે વહેલી સવારે માટીના નાના નાના પાર્થિવ શિવલિંગ બનાવીને તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે રોજ સવારે શિવભક્તો દ્વારા ત્રણથી ચાર હજાર જેટલા માટીના નાના નાના પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું સોળસો પ્રચાર પૂજન-અર્ચન કરી રોજ સાંજે સરસ્વતી નદીના વહેતા જળમાં પ્રવાહિત કરાય છે અને રોજ સાંજે આરતી પૂજન અર્જન કરવામાં આવે છે.
અંબાજી ધામ અરવલ્લીની ગિરિમાળામાં આવેલું પવિત્ર શક્તિપીઠ છે આ ધામમાં ઘણાં શિવ મંદિર આવેલા છે ત્યારે અંબાજી ખાતે વસતા શિવભક્તો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરવામાં આવે છે. પાર્થેશ્વર પૂજાનું વિશેષ મહત્ત્વ છે અને આ પૂજા મહાદેવની અત્યંત કૃપા વાળી પૂજા છે આ પૂજાનુ શિવપુરાણમાં પણ વિશેષ મહત્વ છે. માતા પાર્વતીએ શિવજીને પ્રસન્ન કરવા માટે આ પાર્થેશ્વર પૂજાનું અનુષ્ઠાન કર્યું હતું. સોમનાથ મહાદેવમાં છે જ્યોતિર્લિંગ સ્થાપી છે ત્યાં ચંદ્ર દેવતાએ ક્ષય રોગની મુક્તિ માટે પાર્થેશ્વર દેવનું અનુષ્ઠાન કરી ક્ષય રોગથી મુક્તિ મેળવી હતી અને શિવ કૃપા મેળવી હતી.
:- સાત દિવસના યંત્ર :-
સોમવારે નાગપાસ યંત્ર, મંગળવારે ત્રિકોણ યંત્ર, બુધવારે કશ્યપ યંત્ર, ગુરુવારે લંબચોરસ યંત્ર, શુક્રવારે ષટકોણ યંત્ર, શનિવારે ધનુષ યંત્ર અને રવિવારે સૂર્ય કિરણ યંત્ર બનાવીને શિવભક્તો પાર્થેશ્વર પૂજા છેલ્લા 10વર્ષથી કરી રહ્યા છે અને આ વખતે 11 મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભાગ્યેશ ભાઈ શાસ્ત્રી અને શિવભક્તો પૂજા અર્ચના કરી રહ્યા છે.
રાજેશ્રી પી પૂજારી