શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું જગતજનની માં અંબા નુ ધામ છે. હાલમાં ચોમાસા ની સીઝન હોઈ અંબાજી ખાતે ઘણાં સમય બાદ મેઘરાજા મહેરબાન થયા હતા અને થોડાક સમયમાં તો અંબાજી ગામ પાણી પાણી થઇ ગયું હતું અને બજારમાં ઊભેલી બાઇક પણ તણાવા લાગી હતી અને વિવિઘ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આ સીઝન નો સૌથી સારો વરસાદ આજે પડ્યો હતો અને લગભગ 3 ઇંચ જેટલો વરસાદ આવ્યો હતો.
અંબાજી ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારના હાઇવે માર્ગ બેટ મા ફેરવાયો હતો, અહી કેટલીય ગાડીઓ પાણી મા ફસાઈ ગઈ હતી. આ સિવાય અંબાજી ના આઠ નંબર વિસ્તારમાં આવેલા કેટલાક ઘરો મા પણ પાણી ઘૂસ્યા હતા. અંબાજી શક્તિધારા સોસાયટી મા પણ પાણી પાણી જોવાં મળ્યું હતું. અંબાજી ના બજારોમાં ભારે પાણી વહી રહયું હતું. અંબાજી ખાતે ભગવતી ફ્લેટ નીચે અંબાજી નુ વહી ગયેલું પાણી ભરાઇ ગયું હતું. અંબાજી આસપાસ ના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. અંબાજી આઠ નંબર વિસ્તારમાં રહેતા વેજન્તીબેન ધ્રાંગી ના મકાનમાં પણ પાણી આવી ગયું હતું. આ સિવાય આદિવાસી વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના ઘરમાં પણ પાણી આવી ગયું હતું.
:- પર્જન્ય યજ્ઞ :-
અંબાજી મંદિરની હવન શાળામાં યાજ્ઞિક વિપ્ર મંડળ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સહયોગ થી પર્જન્ય યજ્ઞ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં 101 જેટલા બ્રાહ્મણો જોડાયા હતા, નવ કુંડીમાં આ યજ્ઞ શરૂ કરાયો હતો અર્ક ની બાર હજાર પાંચસો જેટલી આવતી આપવામાં આવી હતી આ સિવાય વરુણ દેવ અને ઈન્દ્ર દેવને રિઝવવા માટે વિવિધ આહુત્તિઓ આપવામાં આવી હતી અને પૂર્ણાહૂતિના સમયે અંબાજી ખાતે મેઘરાજાનું આગમન થયું હતું અને સમગ્ર અંબાજી વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો.આ પર્જન્ય યજ્ઞ માં ડૉ. શ્વેતાંગ શાસ્ત્રી, સંજયભાઈ, ભુપેન્દ્રભાઈ, રમેશભાઈ રાવલ, રમેશભાઈ જોષી, રમેશભાઈ દવે, નિલેશભાઈ શાસ્ત્રી સહિત વિવિધ બ્રાહ્મણો જોડાયા હતા.
રાજે શ્રી પી પૂજારી અંબાજી