આવા સેવાકાર્યો અવિરતપણે
વર્ષો સુધી ચાલું રાખે એવી મા અંબેને પ્રાર્થના—-રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયા
******
માઇભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદનો (સદાવ્રત) સેવાયજ્ઞ
શરૂ કરી જય જલિયાણ ફાઉન્ડેશને સેવાનો બીડું ઝડપ્યું —-કલેકટરશ્રી આનંદ પટેલ
(માહિતી બ્યુરો પાલનપુર)
લાખો શ્રદ્ધાળુઓની પરમ શ્રદ્ધા તેમજ શકિત, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબિકા ભોજનાલય ખાતે જય જલિયાણ ફાઉન્ડેશન તથા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંચાલન હેઠળ માઇભકતો માટે વિનામૂલ્ય ભોજન પ્રસાદ (સદાવ્રત) શરૂ કરવામાં આવ્યું છે. જગત જનની મા જગદંબાના દર્શનાર્થે આવતા ભક્તોને સારી સુવિધા મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર ટ્રસ્ટ હંમેશા કટીબધ્ધ રહે છે ત્યારે માં અંબેના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે નિ:શુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તેવા ઉંડા આશાયથી અંબિકા ભોજનાલય અંબાજી ખાતે જય જલિયાણ ફાઉન્ડેશનના નેજા હેઠળ નિ:શુલ્ક ભોજન સેવાયજ્ઞનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
જય જલિયાણા સદાવ્રતના શુભારંભના શુભ પ્રસંગે રાજ્યસભા સાંસદશ્રી દિનેશભાઈ અનાવાડીયાએ કલેકટરશ્રી આનંદ પટેલની કુશળકાર્ય શૈલીને બિરદાવતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનેશનમાં પ્રથમ ક્રમાંક હાસલ કરવાનો શ્રેય હોય કે પછી અંબાજી મંદિરના કુશળ સેવાકાર્યના વહીવટી જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યાં છે. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિશ્વ પ્રસિધ્ધ માં અંબાનું મંદિર છે અને મા અંબાના દર્શનાર્થીઓ માટે નિ:શુલ્ક ભોજન પ્રસાદનું સેવાકાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જય જલીયાણ ફાઉન્ડેશન આવા સેવાકાર્ય અવિરતપણે વર્ષો સૂધી ચાલું રાખે એવી મા અંબેને પ્રાર્થના. સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, જલિયાણા ફાઉન્ડેશન અનેક સેવાકાર્યમાં જોડાયેલો છે અને ખૂબ સારા સેવા કાર્ય કરે છે તે જ રીતે માં અંબેના ચરણોમા રહી કાર્ય કરશે. તેમણે કહ્યું હતું કે, આ ભોજન પ્રસાદનો સદાવ્રત સેવાકાર્ય જલીયાણ ફાઉન્ડેશન ખુબ જ સારી રીતે નિભાવશે એવી આશા છે અને જય જલીયાણ ફાઉન્ડેશન આવા સેવાકાર્ય અવિરતપણે વર્ષો સુધી ચાલું રાખે એવી મા અંબેને પ્રાર્થના.
આ પ્રસંગે કલેક્ટરશ્રી આનંદ પટેલે મા જગદંબાના ચરણોમાં શિષ ઝુકાવી મા અંબેને પ્રાર્થના કરી પૂજા-અર્ચના કરી હતી. જય જલીયાણ સેવાવ્રતના શુભારંભ પ્રસંગે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આજનો પ્રસંગ ખૂબ જ સરસ સર્જાયો છે. ૧૩ વર્ષથી સેવાકાર્યમાં જોડાયેલા જલિયાણા ફાઉન્ડેશને માઇભક્તો માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદનો (સદાવ્રત) સેવાયજ્ઞ ચાલુ કરી જલિયાણામ ફાઉન્ડેશને પોતાના યશનું સેવાનું નવુ બીડું ઝડપ્યું છે અને આ ભોજન નહીં પરંતું મા અંબેનો ભોજન પ્રસાદ છે. જેમાં મા જગદંબાનો પ્રસાદ આ ભોજનમાં ભેળવી અને અન્ન પ્રસાદ સ્વરૂપે દર્શનાર્થીઓને આપવામા શરૂ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ સેવાકાર્ય માટે જલિયાણા ફાઉન્ડેશનને ત્રણ મહિના સેવા કાર્યના આપ્યા છે અને દર્શનાર્થીઓ માટે સેવાકાર્યમાં ખરા ઉતરશે તેવી આશા છે અને તે પ્રમાણે આ સેવા કાર્ય અવિરતપણે ચાલુ રાખીશું. તેમણે વધું અપીલ કરતા જણાવ્યું હતું કે, આ ભોજનાલય પર એક બારી ખોલવામાં આવશે અને જેમાં દર્શનાર્થીઓ દાન કરી સેવાકાર્યમા ભાગીદાર થવું હોય તે થઇ શકશે જેમાં મુઠ્ઠી ઘઉં પણ સ્વીકારવામાં આવશે. તેમણે જલિયાણ ફાઉન્ડેશન વિશે કહ્યું કે, તમારી પર સેવાકાર્ય જેટલી મોટી જવાબદારી છે તેટલ઼ાં જ મોટા મા જગદંબાના આશીર્વાદ છે.
આ પ્રસંગે અંબાજી મંદિરના મહારાજશ્રી ભટ્ટજી મહારાજ, અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે.ચાવડા, જલિયાણા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી હિતેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખશ્રી મુકુંદભાઈ તેમજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જલિયાણા ફાઉન્ડેશન સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.