(અમિત પટેલ.અંબાજી)
શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે, હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત મા તોક્તે વાવાઝોડા ની અસર થી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે અંબાજી પંથક માં વરસાદ પડ્યો હતો અને આ કારણે અંબાજી આસપાસ ના ચેકડેમ ઉનાળામાં ઓવરફ્લો થઈ ગયા હતા. હાલમાં અંબાજી આસપાસ નો વિસ્તાર કુદરતી સૌદર્ય ને લીધે ખીલી ઉઠ્યો છે અને પહાડો પર લીલોતરી જૉવા મળી રહી છે.
અંબાજી થી 5 કિલોમિટર દૂર પાંસા ગામે ચેકડેમ ઓવરફ્લો થયો હતો અને આ ચેકડેમ થોડા દિવસ પહેલાં સુકોભટ જૉવા મળ્યો હતો અને નવાઈની વાત એ હતી કે આ ચેકડેમ મા 500 મીટર પાણી ભરાઇ ગયું હતું અને આ કારણે વન્ય પ્રાણીઓ ને પીવાના પાણી ની કોઈ તકલીફ પડશે નહી, આ સિવાય ગબ્બર પર્વત પાછળ આવેલા ચેકડેમ પણ ઉનાળા માં આવેલા વરસાદ થી ઓવરફ્લો થઈ ગયું હતું, માત્ર 20 હજાર ના ખર્ચે આ ચેકડેમ રીનોવેટ કરાયો હતો, અંબાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી એમ ભૂતડીયા દ્વારા માહિતિ આપવામા આવી હતી.