અમિત પટેલ.અંબાજી
શક્તિપીઠ અંબાજી ગુજરાતનું અને દેશનું સૌથી મોટું શક્તિપીઠ તરીકે જગવિખ્યાત બન્યું છે ત્યારે આ ગામમાં દેશભરમાંથી અને વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે આ ધામમાં બે નંબરની પ્રવૃત્તિઓમાં ભારે વધારો થવા પામ્યો છે. અંબાજી નજીક ડાબી તરફ અને જમણી તરફ રાજસ્થાન બોર્ડર આવેલી હોવાથી આ બોર્ડર ઉપર થી દારૂ ભરેલી ગાડીઓ મોટી સંખ્યામાં પસાર થાય છે અને આવી ગાડીઓ ચોક્કસ કોડ દ્વારા પસાર થાય છે. છાપરી પોલીસ અને જાંબુડી પોલીસ ચોકી પર એક બે બોટલ લઇ જતાં વાહનચાલકો પર કેસ કરવામાં આવે છે ,પરંતુ મોટામોટા હાથી બોર્ડર પાર કરીને ગુજરાતમાં દારૂ લઇને પ્રવેશે તે અંબાજી પોલીસને દેખાતું નથી. સોમવારે સાંજે 8 વાગે અને મંગળવારે સવારે 7 વાગે દારૂ ભરેલી ગાડી અંબાજી શક્તિપીઠ માં આવતા પોલીસના લીરેલીરા ઉડયા હતા.
શક્તિપીઠ અંબાજી ખાતે માઇ ભકતો દર્શન કરવા આવે છે ત્યારે આ ગામમાં ચાલતી બે નંબરની પ્રવૃતિઓ જોઈ તેમનીઆસ્થાને ભારે ઠેસ પહોંચે છે. અંબાજી ખાતે અમુક લોકો દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવે છે જેમાં એક યુવાન માસ્ટરમાઈન્ડ આખા અંબાજીનું મંદિર મોનીટરીંગ કરે છે. પરંતુ અંબાજી પોલીસને આ બધું દેખાતું નથી. એક માથાભારે મહિલા પણ રોજ રાત્રે પોતાનાં ઘરે ખાનગી ગાડી મા દારૂ નો માલ લાવે છે પણ પોલીસને આ દેખાતુ નથી.
@@ અંબાજી પોલીસ ના આખા સ્ટાફને બદલવાની માંગ ઉઠી !@@
છેલ્લા બે-ત્રણ વર્ષથી અંબાજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અવારનવાર વિવાદોમાં જોવા મળ્યો છે. અંબાજી માં ચાલતી ચર્ચા મુજબ અંબાજી ખાતે છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ માં પણ ભારે વધારો થયો છે અને દારૂની મોટી ગાડીઓમા પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકો માંગ કરી રહ્યા છે કે જે પ્રમાણે ગુજરાતની સરકાર જ બદલવામાં આવી તે પ્રમાણે અંબાજી પોલીસના તમામ સ્ટાફને બદલવામાં આવે તો આ બે નંબરના ધંધા કાયમી ધોરણે બંધ થાય.
@@ ડુપ્લીકેટ નંબર પ્લેટ થી દારૂ નો કાળો કારોબાર શરૂ
@@
અંબાજી આસપાસ બંને તરફ રાજસ્થાન બોર્ડર આવેલી હોવાથી અંબાજી પોલીસ જાંબુડી અને છાપરી ચોકી પર માત્ર નામ પૂરતી કામગીરી કરે છે. લોકોમાં ચાલતી ચર્ચા મુજબ રાજસ્થાન તરફથી ગુજરાતમાં ઘણી લાઈનો વાળી ગાડીઓ ચાલી રહી છે આ ગાડીઓ વાળા નું લીસ્ટ એક દિવસ અગાઉ અંબાજી પોલીસને મળી જાય છે અને તે ગાડીઓને ચેક કરવામાં આવતી નથી. આસુ , લુમાન અને શેટ્ટી જેવા મોટા માથાઓની લાઈનો ચાલી રહી છે.
@@ બંને કાર મારુતીની આરોપીઓ ફરાર, પોલીસના હવાતીયા! @@
સોમવારે સાંજે અને મંગળવારે સવારે પકડાયેલી દારૂ ની કાર મા કોઈજ આરોપીઓ પોલીસને મળ્યા નથી. જયેશ બધુ જાણે છે તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે. ગૃહરાજ્યમંત્રી તાત્કાલીક અસરથી અંબાજી પોલીસને સસ્પેન્ડ કરી ઉદાહરણ પૂરું પાડે. ગૃહરાજ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવી આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે