શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે .હાલમાં કોરોના કહેર ઓછો થતા ભક્તો દેવદર્શન કરવા આવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આજે અંબાજી ખાતે સાણંદ નજીકના ભક્ત દ્વારા 251 ગ્રામ સોનાના 4 બિસ્કીટ દાન આપવામાં આવ્યું હતું.
અંબાજી મંદિર નુ શિખર હાલમાં 50 ટકા જેટલું સુવર્ણ બનાવવામાં આવ્યું છે અને ભક્તો માં અંબા ના મંદિર મા દાન આપી રહ્યાં છે ત્યારે આજે સાણંદ નજીકના જીતેન્દ્રસિંહ વાઘેલા પોતાના પરિવાર સાથે અંબાજી મંદિર આવી ટેમ્પલ ઇન્સ્પેક્ટર ની ઑફિસ પર આવી દાન આપ્યુ હતું. અંબાજી મંદીર ના ટેમ્પલ ઇન્સ્પેક્ટર સતીષ ગઢવી દ્વારા સોનાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અંબાજી નુ મંદિર હાલમાં ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે.
રાજે શ્રી પી પૂજારી અંબાજી