શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જ જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં અંબાજી મંદિર ના દ્વાર 2 મહીના બાદ ખુલતા યાત્રીકો પાસે પ્રસાદ ના નામે લૂંટતા તત્વો સામે વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતાં અંબાજી મંદિર ના ચેરમેન અને વહીવટદાર દ્વારા 6 વિભાગની કમિટી બનાવવામાં આવી છે અને આજે અંબાજી મંદિર ના દર્શનપથ પર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના બોર્ડ લગાવવામા આવતાં ધર્મપ્રેમી જનતા મા ભારે ખુશી જોવા મળી હતી.
અંબાજી ખાતે આવતાં માઈ ભક્તો અંબાજી ના નાકે પહોંચે તે પહેલાં પ્રસાદ ના એજન્ટો તેમને ગેરમાર્ગે દોરીને પ્રસાદના મસમોટા બીલો બનાવતા હતા જે બીલો કાચા અને નામ ઠામ વિનાના હતા અને જયારે થોડા દિવસ અગાઉ પ્રસાદનું મોટુ બિલ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અંબાજી ખાતે ઘણા પ્રસાદના વેપારીઓ સારા છે અને અમુક તત્ત્વો ના લીધે સારા પ્રસાદના વેપારીઓએ બદનામ થતા હતા ત્યારે અંબાજી મંદિર ના ચેરમેન અને વહીવટદાર દ્વારા 6 વિભાગની ની કમિટી બનાવવામાં આવી હતી અને આજે અંબાજી ના દર્શનપથ પર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના બોર્ડ લગાવવામાં આવતાં લોકોમાં અને ભક્તોમાં ભારે ખુશી જોવા મળી હતી.
@@ ડિકેસર્કલ, જૂનાનાકા અને મંદીર સામે કોઇ પ્રસાદના એજન્ટો ઊભા રહી શક્શે નહિ @@
અંબાજી ખાતે આવેલા માઇ ભકતોને પ્રસાદના એજન્ટો રોડ વચ્ચે ઊભા રહીને ગેર માર્ગે દોરીને લઈ જતા હતા અને ડિકે સર્કલ, જૂનાનાકા અને શક્તિદ્વાર સામે ગેર કાયદેસર રોડ વચ્ચે ઊભા રહેતા હતા હતા તે હવે કાયમી ઊભા રહી શકશે નહી. અંબાજી ગ્રાહક સુરક્ષા કેન્દ્ર અને વહિવટી તંત્ર સાથે પોલીસ તંત્ર પણ હવે યાત્રીકો ની મદદ કરશે.
@@ વહિવટીતંત્રની ભૂલ કે પોલીસ વિભાગની @@
અંબાજી દર્શન પથ પર જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તેમાં ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના પ્રમુખ નો નંબર ખોટો લખાતાં ફજેતી થઈ રહી છે, કારણકે 94263 91257 ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના પ્રમુખ નો નંબર છે પરંતું 97263 91257 નંબર બોર્ડ પર લખવામાં આવતા ફજેતી થઈ રહી છે અને આ બોર્ડ પર લખવામાં આવેલો નંબર જંબુસર ના કોઇ ભાઈનો છે, કેમ વહિવટી તંત્ર આવી ભૂલો કરે છે?