અમદાવાદ: વૈશ્વિક ઇનોવેટિવ સ્માર્ટફોન બ્રાન્ડ વિવો દ્વારા દીવાલી નીમિત્તે ગુજરાતમાં વી -20 એસઇના લોન્ચ સાથે તેની વીવો વી 20-સિરીઝ લાઇન-અપને વિસ્તારતા નવીનતાના સાથે વિવોની વી-સીરિઝ હંમેશાં ગ્રાહક-કેન્દ્રિત નવીનતા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી આવી છે આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં લેતા વિવો વી20 એસઈ અધભુત ડિઝાઇન અને ભવ્ય કેમેરા સાથેનું એક સંપૂર્ણ મિશ્રણ છે જે ગ્રેવીટી બ્લેક અને એક્વામરીન ગ્રીન બે રંગો માં ઉપલબ્ધ છે. મેક ઇન ઇન્ડિયા’ પ્રત્યે વિવોની પ્રતિબદ્ધતાને આગળ ધપાવી, વિવો ગ્રેટર નોઈડા સુવિધામાં તમામ વી 20 એસઇ ઉપકરણોનું નિર્માણ કરી રહ્યું છે. ભારતમાં વેચાયેલા તમામ વિવો ઉપકરણોને પ્લાન્ટ માં ઉપસ્થિત લગભગ 10 હજાર પુરુષો અને સ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવે છે.
ભારતમાં કુલ સ્માર્ટફોન માર્કેટમાં ગુજરાત 8 ટકા (વોલ્યુમ દ્વારા) ફાળો આપે છે. દર મહિને આશરે 7.5 લાખ સ્માર્ટફોનનું વેચાણ, તે એકંદર વીવોની આવકમાં 8 ટકાથી વધુ ફાળો આપે છે.ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં હાલમાં વીવોનો વોલ્યુમ (જીએફકે મુજબ) માં 28% માર્કેટ શેર છે જેણે વિવો ને મુખ્ય લાઇન રિટેલમાં દેશની સૌથી મોટી બ્રાન્ડ (વોલ્યુમ દ્વારા) બનાવી છે. વળી, ગુજરાતમાં, વીએફકે. અનુસાર, 2020 ના બીજા કવાર્ટર માં વીવોનો બજાર હિસ્સો 28% વધ્યો.
*વિવો ઇન્ડિયાના ડિરેક્ટર-બ્રાંડ સ્ટ્રેટેજી નિપુન મારયા એ આ લોન્ચ અંગે જણાવ્યું હતું કે વિવો માં અમારો મુખ્ય લક્ષ્ય અમારા ગ્રાહકો જે ઈચ્છે છે તે આપવાનું છે આગામી તહેવારની મોસમ સાથે દિવાળી ને યાદગાર બનાવવા નવું વી20 એસઈ ગ્રાહકોને આહલાદક તકનીકી અનુભવ પ્રદાન કરશે અને ગુજરાત એ અમારા મુખ્ય પ્રાદેશિક બજારોમાંનું એક છે, અને ડિઝાઇન અને કેમેરામાં ગ્રાહક કેન્દ્રિત નવીનતાઓ માટે અમને રાજ્યભરના ગ્રાહકોનો ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે. 6000 થી વધુ રિટેલરો અને 100 થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર્સનું મજબૂત નેટવર્ક એ દર્શાવે છે કે રાજ્યમાં વીવોએ જોરદાર વૃદ્ધિ નોંધાવી છે.આ ઉપરાંત, 33 ડબલ્યુ ફ્લેશ ચાર્જ તકનીક સાથે, વિશાળ 4100 એમએએચની બેટરી વિવો વી 20 એસઇને રોજિંદા વપરાશ માટે એક સંપૂર્ણ સાથી બનાવે છે.
વિવોએ સમગ્ર ગુજરાતમાં 6000+ રિટેલ સ્ટોર્સ અને 50 સેવા કેન્દ્રોનું એક વિસ્તૃત વિતરણ નેટવર્ક સ્થાપિત કર્યું છે જે 24/7 ગ્રાહક સેવા ઝડપી અને ઉત્તમ માટે પ્રદાન કરે છે.