અમદાવાદ: મારા યુવાન દિકરાના અંગો સમાજના અન્ય કોઇ જરૂરિયાતમંદને મદદરૂપ બને. મારો દિકરો હવે જીવંત નથી પરંતુ અન્યોમાં તેના અંગોનું પ્રત્યારોપણ થઇને તેમને નવજીવન મળ્યું છે.મારા દિકરાના અંગો જે વ્યક્તિઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે પ્રભુ તેમને દીર્ધાયુ બક્ષે…આ શબ્દો છે બ્રેઇનડેડ સુમિતભાઇના પિતા જોગિંદરસિંગ રાજપૂતના .
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ ૩૨ વર્ષીય યુવકના અંગદાનથી ૬૧મું અંગદાન થયું છે. અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા સુમિતસિંગ રાજપૂતને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઇજા અત્યંત ગંભીર હોવાથી બે દિવસ જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમ્યા બાદ આખરે હોસ્પિટલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
બ્રેઇનડેડ સુમીતભાઇના પિતા શ્રી , બહેન અને પત્નિએ અંગદાન માટે સંમતિ આપ્યા બાદ તેમને સિવિલ હોસ્પિટલના રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. જ્યાં ૫ થી ૭ કલાકની ભારે જહેમત બાદ હ્યદય, ફેફસા, બંને કિડની અને લીવરનુ દાન મળ્યું છે.
જેમાં હ્યદયને પ્રત્યારોપણ માટે મુંબઇ સ્થિત હોસ્પિટલમાં અને બંને ફેફસાને ચેન્નાઇના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે ગ્રીનકોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતા.જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, ૬૧ મું અંગદાન અમારા સેવાયજ્ઞમાં મહત્વનું બની રહ્યું છે. સુમિતસિંગ રાજપૂતના પિતા અને તેમના સમગ્ર પરિવારજનોએ અંગદાન માટે આપેલા સહયોગના પરિણામે જરૂરિયાતમંદ ૫ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.
માં ભોમ કાજે લીલા માથા આપવા ક્ષત્રીય ઉભો છે..ગૌ, બ્રાહ્મણ પ્રતિપાલ બની ક્ષત્રિય ઉભો છે..બલિદાન, ત્યાગ, વૈરાગ્ય…ઘટ ઘટમાં ક્ષત્રીય ઉભો છે..
ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ભૂગોળના રખેવાળ ક્ષત્રિયોની ગાથા આજે પણ ઘર ઘરમાં ગવાય છે.રામ, કૃષ્ણ, બુદ્ધ કે જેને દુનિયા ભગવાન થઈ પૂજે છે એણે પણ ત્યાગ ધર્મના આરાધક એવા ક્ષત્રિય ધર્મમાં જન્મ લેવાનું પસંદ કર્યું છે.મૂંગા જીવ માટે માથા આપવાના હોય કે પછી રાષ્ટ્ર એકીકરણ માટે સર્વસ્વ અર્પણ કરવાનું હોય આ એ જ તેજસ્વી અને પ્રતાપી કોમ છે કે જેણે ક્યારેય નફા નુકસાનનું ગણિત નથી માંડ્યું..