શકિતપીઠ અંબાજી મંદિર કોરોનાકાળ મા લગભગ 2 મહીના બંદ રહ્યાં બાદ ફરીથી ખુલતા ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિર ખાતે રાજકીય નેતાઓ પણ માં અંબા ના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અંબાજી મંદિર ખાતે મંગળા આરતી ભરવા આવ્યા હતા અને ગુજરાતમા જે લોકો કોરોના થી મૃત્યું પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.
આજે અંબાજી મંદિર ખાતે કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાયે માતાજીનાં દર્શન કર્યા હતા અને મંગળા આરતી મા ભાગ લીધો હતો,વહેલી સવારે મંગળા આરતી મા દર્શન કર્યાં.બનાસકાંઠા કૉંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી, અંબાજી કૉંગ્રેસ પ્રમુખ તુલસીરામ જોષી હાજર રહ્યા હતા.દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડી અને સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ હાજર રહ્યા.પાલનપુર ખાતે કાર્યક્ર્મ જતા પહેલા અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા હતા. તેમને
અંબાજી મંદિર ખાતે અંબીકેશ્વર મહાદેવ ની પણ પૂજા અર્ચના કરી હતી અને ભટ્ટજી મહારાજ ની ગાદી પર જઈને આશીર્વાદ લીધા હતા
:- અમીત ચાવડા નુ નિવેદન :-
અંબાજી ઓથોરિટી ઝડપી અને લોકોને ઉપયોગી થાય તેવી કામગીરી સરકારે કરવી જોઈએ
કોરોના મા જે લોકો મૃત્યું પામ્યા છે તેમની આત્મા ની શાંતી માટે પ્રાથના કરી છે
ગૂજરાતમા શાંતિ ભાઈચારો રહે અને ગુજરાતનો વિકાસ થાય
અંબાજી ખાતે આવતાં માઈ ભક્તો ને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે અને ધામ નો વિકાસ થાય.
રિપોર્ટ બાય પ્રહલાદ પૂજારી અંબાજી