અરવલ્લી
બોક્સ જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર મેઘરજ તેમજ ગોડાઉન મેનેજર મગ નું નામ મરી પાડવા તૈયાર નથી જવાબદારી માંથી છટકી રહ્યા!!!
અરવલ્લી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરેલી મકાઈ સળી ગયો છે અને મકાઇનો પાવડર થવા લાગ્યોછે મકાઇના સળી ગયેલા જથ્થા થી ગોડાઉન માં અન્ય ખાધ્ય જથ્થો પણ અખાધ્ય થઇશકે તેમછે
રાજ્ય સરકાર દ્દારા ખેડુતોનુ અનાજની ટેકાના ભાવે ખરીદી થતી હોયછે જેમાં ખેડુતોને બજાર કરતાં વધુ ભાવ મળતાં મોટાભાગના ખેડુતો પોતાનુ અનાજ ટેકાના ભાવે ભરાવતા હોયછે અને તે અનાજ સરકારી ગોડાઉનો ઉપર સ્ટોરેજ કરાયછે અને તે અનાજની સમયાંતરે નીકાલ પણ થતો હોયછે પરંતુ કેટલીક જગ્યાએ જીલ્લાના તંત્રની આળસ અને બેદરકારી ને લઇને આ અનાજનો જથ્થો જેતે સ્થળે વધુ સમય સુધી પડી રહેતાં તેનો ઉપયોગ કે નીકાલ ન કરાતાં આ અનાજનો જથ્થો અખાધ્ય બનીજાયછે જેમાં સરકારને મોટુ નુકશાન ભોગવવુ પડતુ હોયછે ત્યારે આવોજ એક કીસ્સો મેઘરજ તાલુકાના પુરવઠા વિભાગ ના નવા ગોડાઉન ઉપર જોવા મળ્યો
બે વર્ષ અગાઉનો ટેકાના ભાવે ખરીદેલ મકાઇ ના 1700 થી વધુ કટ્ટાનો જથ્થામાં જીવાત પડીજતાં મકાઇનો પાવડર થવા લાગ્યોછે અને તમામ જથ્થો અખાધ્ય બની ગયોછે પરંતુ બે વર્ષથી પડેલો મકાઇનો જથ્થો અજુસુધી ગોડાઉનમાં હયાત પડેલછે તેનો નીકાલ ન થતાં અન્ય અનાજ ને પણ અખાધ્ય બનાવે તેવી સ્થિતી સર્જાઇછે
આ પુરવઠાના ગોડાઉન ઉપરથી તાલુકાની 60 જેટલી સસ્તા અનાજની દુકાનો પર અનાજનુ વિતરણ થાયછે તો શુ તંત્ર આ મકાઇના 1700 થી વધુ કટ્ટાંને બે વર્ષથી ભુલી ગયુછે કે શુ ?
કયા કારણે બે વર્ષથી આ જથ્થાનો ઉપીયોગ નથી કરાયો ? જીલ્લાનુ તંત્ર અજાણ છે કે શુ ? તેવા અનેક પ્રશ્ર્નો લોકો ઉઠાવી રહ્યાછે દર મહીને જેતે ગોડાઉન ઉપર થી હાજર જથ્થાનુ પત્રક જીલ્લા કક્ષાએ જતુ હોયછે ત્યારે પોતાની ફરજમાં બેદરકારી રાખનાર સરકારી બાબુઓ અનાજના ખાવા લાયક લાખ્ખો રૂપિયાના જથ્થાને અખાધ્ય બનીજાય તેની રાહ જોતા હોય તેવુ દેખાઇ રહ્યુછે
જો કે આ અંગે મેઘરજ મામલતદાર અને જિલ્લા પુરવઠા અધિકારી નો ચાર્જ જેમની પાસે છે તેવા સજ્જનસિંહ ને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે એસડીએમ હિંમતનગર ને મકાઈ અંગે રિપોર્ટ કરેલ છે સમગ્ર બાબતે ડીએસએમ નિર્ણય કરી મકાઈ નો જથ્થો અખાદ્ય જાહેર કરી નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે આ તેમનો જવાબ પણ યોગ્ય કે કોઈપણ વ્યક્તિ ને ગળે ઉતરે તેવો નથી તેઓ પણ જવાબદારી માંથી છટકી રહ્યા છે