પોર્ટ ઓફિસર રાકેશ મિશ્રા, શિપ રિસાયકલિંગ એશો. ના પ્રમુખ વિષ્નુકુમાર ગુપ્તા અને હરેશભાઇ પરમાર ના હસ્તે 90 જેટલા અસરગ્રસ્ત ઝુંપડા અને પરિવારો ને કીટ વિતરણ કરાઈ
હાલ માં વાવાઝોડા અસર ના કારણે અલંગ ખાતે રહેતા વર્કરો ના ઝૂંપડાઓ અને કાચા મકાનો ને ભારે નુકશાન થયું હતું ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર 1983 થી અલંગ માં આરોગ્ય સેવાઓ અને અન્ય સામાજિક સેવાઓ કરતું હોય જેના ભાગરૂપે રેડક્રોસ દ્વારા વાવાઝોડા માં શ્રી દ્વારા શરૂ કરાયેલ શેલ્ટર માં મેડિકલ સહાય, ભોજન નાસ્તા ની વ્યવસ્થા અને રેડક્રોસ ની બન્ને હોસ્પિટલ માં પણ મજૂરો ને રહેવા અને જમવા ની સુવિધા આપવા માં આવી હતી.વાવાઝોડા બાદ ના તુરંત દિવસ થી થયેલ નુકશાની નો સર્વે હાથ ધરી ને રેડક્રોસ ની ટિમ દ્વારા અહેવાલ તૈયાર કરી સોંપી આપેલ.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા માંથી આવેલ રાહત સામગ્રી કે જેમાં વાસણો ની કીટ, હાઇજિન કીટ, અને તાલપતરી અને જરૂરી મેડિસિન કીટ તૈયાર કરી ને અલંગ ના 90 જેટલા અસરગ્રસ્ત ઝુંપડા ઓ અને પરિવારો ને રાહત સામગ્રી નું વિતરણ કરવા માં આવેલ.
જેના પ્રારંભિક કાર્ય ની શરૂઆત કરાવવા માટે જી.એમ.બી ના પોર્ટ ઓફિસરશ્રી અલંગ શ્રી રાકેશ મિશ્રા, શિપ રિસાયકલિંગ એશો. ના પ્રમુખ શ્રી વિષ્નુકુમાર ગુપ્તા, મંત્રીશ્રી હરેશભાઈ પરમાર, જી.એમ.બી સેફટી ઓફિસર શ્રી જીજ્ઞેશભાઈ પટેલ , રેડકક્રોસ રાજ્ય શાખા ના વાઇસ ચેરમેન સુમિતભાઈ ઠક્કર, રેડક્રોસ ભાવનગર ના ચેરમેન ડો.મિલનભાઈ દવે, મંત્રી વર્ષાબેન લાલાણી, કાર્તિકભાઈ દવે, તેમજ રેડક્રોસ હોસ્પિટલ ના ઈ. સુપ્રિટેન્ડેન્ટ ડો. દિપક જોશી, ડો.એમ.એલ.અગ્રાવત સહિત ના હસ્તે કીટ નું વિતરણ કરાયેલ. રેડક્રોસ દ્વારા અગાઉ વાયુ વાવાઝોડા અને દરેક કુદરતી આફતો સમયે અને કોરોના મહામારી ના સમય માં પણ અલંગ ના મજૂરો ના સ્વાસ્થ્ય અને અન્ય રાહત સામગ્રી નું વિતરણ કરવા માં આવેલ.