અમદાવાદ: રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ આજે ૨૩મી સપ્ટેમ્બરે અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગાડ્રાઇવનો શુભારંભ કરાવશે.
સિવિલ હોસ્પિટલના અસ્મિતા ભવનમાં “આયુષ્યમાન ભારત દિવસની ઉજવણી અને “પી.એમ.જે.એ.વાય.-મા’ યોજનાના લાભાર્થીઓ માટે ગ્રીન કોરિડોર વ્યવસ્થાપનનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
આ યોજના હેઠળ નિયત માપદંડો ધરાવતા લાભાર્થીઓ જિલ્લા હોસ્પિટલ, સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, સી.એચ.સી, સંલગ્ન ખાનગી હોસ્પિટલો, સી.એસ.સી., (n) કોડ સેન્ટર, UTI-ITSL,E-gram પરથી PMJAY-MA કાર્ડ મેળવી શકશે.
આ યોજના હેઠળ રાજ્યની 1872 સરકારી અને 610 ખાનગી આમ કુલ 2482 હોસ્પિટલોમાં કેન્સર,હ્યદયરોગ, કિડનીને લગતા ગંભીર રોગો, બાળ રોગો, આકસ્મિક સારવાર, જોઇન્ટ રીપલેસમેન્ટ, ન્યુરો સર્જરી, ડાયાલિસીસ, પ્રસુતિ વગેરે જેવી ગંભીર અને અતિગંભીર બીમારીઓની કુલ 2681 જેટલી નિયત કરેલ પ્રોસીજર / ઓપરેશનને આવરી લેવામાં આવે છે. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમાર પણ આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેશે.
આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, આરોગ્ય સચિવ કમ કમિશ્રનર શ્રી જયપ્રકાશ શિવહરે, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર શ્રીમતી રેમ્યા મોહન, આરોગ્ય વિભાગના ચીફ પર્સોનેલ ઓફિસર શ્રી અજય પ્રકાશ , અધિક નિયામક સર્વ ડૉ. આર.કે. દિક્ષીત, ડૉ. તૃપ્તી દેસાઇ ઉપસ્થિત રહેશે.