જિલ્લામાંનોંધાયેલા૯૭૮કેસોપૈકી૪૨૮દર્દીઓહાલસારવાર હેઠળ
ભાવનગર, તા.૨૦ : ભાવનગર જિલ્લામા આજરોજ ૪૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૯૭૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૦ પુરૂષ અને ૬ સ્ત્રી મળી કુલ ૨૬ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ગારીયાધાર તાલુકાના પરવડી ગામ ખાતે ૧, ગારીયાધારના પચ્છેગામ ખાતે ૧, ઉમરાળાના પરવાળા ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, તળાજાના ત્રાપજ ગામ ખાતે ૧, તળાજાના પ્રતાપપરા ખાતે ૩, તળાજા ખાતે ૧, તળાજાના ઝાંઝમેર ગામ ખાતે ૧, તળાજના પીથલપુર ગામ ખાતે ૨, તળાજાના ખંઢેરા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોરના નેસડા ગામ ખાતે ૧ તથા સિહોરના ટાણા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૦ અને તાલુકાઓના ૩ એમ કુલ ૨૩ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૯૭૮ કેસ પૈકી હાલ ૪૪૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૫૦૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.
રિપોર્ટ બાય જીમિત શાહ ભાવનગર