કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ગાંધીનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષકઅભયસિંહ ચુડાસમા ગાંધીનગર એ
એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી તથા મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ બનતા અટકાવવા માટે સતત પેટ્રોલીંગ કરવા
જણાવેલ છે જે અન્વયે સાબરકાંઠા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગુજર, એ આપેલ સુચના
અન્વયે સાબરકાંઠા એસ.ઓ.જી ના ઇન્ચાજૅ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.ચંપાવત, ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પો.સ.ઇ. કે.કે.રાઠોડ તથા એ.એસ.આઇ. શૈલાબેન બેન્જામીન તથા એ.એસ.આઇ.
સુરેખાબેન નવલસિંહ તથા એ.એસ.આઇ. સીતાબેન ભરતભાઇ તથા અ.હે.કોન્સ. કાળુભાઇ દેવાભાઈ તથા
અ.હે.કોન્સ.ભાવેશકુમાર રામજીભાઇ તથા પો.કોન્સ.ગોવર્ધનભાઈ નારાયણભાઇ તથા પો.કોન્સ.ભાવેશકુમાર
પશાભાઇ તથા પો.કોન્સ.કિરીટસિંહ રજનીકાન્તસિંહ તથા પો.કોન્સ.અપેન્દ્રસિંહ નટવરસિંહ તથા ડ્રા.પો.કોન્સ.
સુરતાનસિંહ જગતસિંહ વિગેરે એસ.ઓ.જી.સ્ટાફના માણસો જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન બાતમી હકિકત અન્વયે ઇડર પો.સ્ટે. પો.સ્ટે. ફ.ગુ.ર.નં- ૧૧૨૦૯૦૨૦૨૨૦૧૯૪/૨૦૨૨ ઇ.પી.કો.
કલમ- ૩૯૪,૩૬૫, ૫૦૬(૨) ૧૨૦બી મુજબના ગુનાના કામનો આરોપી ચેતનજી ઉર્ફે વિપુલજી સ/ઓ વિનુજી
જવરાજી ઠાકોર રહે. મલેકપુર તાફ ખેરાલું છે. મહેસાણાવાળો દેશોતર ચોકડીથી મળી આવતાં સી.આર.પી.સી.
કલમ-૪૧ (૧) આઇ મુજબ હસ્તગત કરી એસ.ઓ.જી. હિંમતનગર ખાતે લાવી ઉંડાણપુર્વકની પુછપરછ કરતાં
ચેતનજી ઉર્ફે વિપુલજી સ/ઓ વિનુજી જવરાજી ઠાકોર તથા તેના મિત્ર કલ્પેશભાઈ ઠાકોર રહે. કોટ તથા બીજા અન્ય
ચાર માણસોએ ભેગા મળી ચેતનજી ઠાકોરની ઇકો ગાડી લઇ તા.૦૯/૦૨/૨૦૨૨ ના રોજ ઇડર ખાતે આંગડીયા
પેઢીના માણસની લુંટ કરી ભાગી ગયેલ હતા અને આ લુંટમાંથી પોતાના ભાગે આવેલ મુદ્દામાલ કાબસો ગામની
સીમમાં નદિના કિનારે પથ્થર નીચે સંતાડી દિધેલાની હકિત જણાવતાં સદરી આરોપીને સાથે રાખી પંચો રૂબરૂ
કાબસો ગામની સીમમાં નદિના કિનારે જઇ આરોપીના બતાવ્યા મુજબ ચાંદીનું પાર્સલ વજન ૨ કિલ્લો ૩૬૧ ગ્રામ
કિ.રૂ. ૧,૩૭,૩૪૦ નો મુદ્દામાલ મળી આવતાં પંચો રૂબરૂ કબજે લેવામાં આવેલ છે. અને આગળની કાર્યવાહી
માટે જાદર પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.
આમ,એસ.ઓ.જી. સાબરકાંઠા ને ઇડર આંગડીયા પેઢી લુંટના આરોપીને પકડી
ચાંદીનું પાર્સલ વજન ૨ કિલ્લો ૩૬૧ ગ્રામ કિ.રૂ. ૧,૩૭,૩૪૦ નો મુદ્દામાલ રીકવર કરવામાં સફળતા મેળવી હતી.