અંબાજી
ગુજરાત માં કોરોના ની ત્રીજી લહેર આવેજ નહીં તેવી આશા સેવાઈ રહી છે પણ જો ત્રીજી લહેર આવી જાય તો રાજ્ય સરકાર તમામ પ્રકારે અગમચેતી ના તમામ પગલાં લઈ રહી છે જોકે સરકાર ની સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય બ્રાન્ચ પણ સતર્ક બની છે ને કોઈ વ્યક્તિ ઓક્સીજન ના કારણે મૃત્યુ ન પામે તેને લઈ રાજ્ય ની તાલુકા અને જિલ્લા ની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ની બ્રાન્ચો માં આજે 350 જેટલા ઓક્સીજન કોન્સન્ટેટર્સ ગુજરાત રાજ્ય ના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ના હસ્તે આપવામાં આવ્યા છે
દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે ને તેવા માં કોરોના ની ત્રીજી લહેર દરમિયાન ઓક્સીજન ની જરૂરિયાત પુરી કરવા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ભારત સરકાર દ્વારા ઓક્સીજનના બે પ્લાન્ટ પણ અંબાજી ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે જયારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ ને બે ઓક્સીજન કોન્સન્ટેટર્સ અમદાવાદ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ માં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય બ્રાંચ ના પ્રમુખ અને રાજ્યપાલ શ્રીઆચાર્ય દેવવ્રત ના હસ્તે દાંતા તાલુકા ના અધ્યક્ષ મહેન્દ્ર અગ્રવાલ ને સુપ્રત કરવામાં આવ્યા હતા જે ખાસ કરી ને અંતરિયાળ વિસ્તારો માં ઉપયોગી નીવડે તેવી આશા સેવામાં આવી રહી છે જોકે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ દ્વારા કોરોના ના ટેસ્ટ વધુ માં વધુ થાય સાથે કોઈ રસીકરણ વગર રહી ના જાય તેવા પ્રયાસો પણ કરી રહી છે જેને લઈ હવે અંબાજી દાંતા તાલુકા પંથક માં કોરોના ની લડાઈ માં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ પણ સતર્ક બની છે