ઉમરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી.ભીમાણીના માર્ગદર્શન હેઠળ ઉમરાળા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. રાજેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ.શૈલેષભાઈ બારૈયા તથા
પો.કો.જગતસિંહ ગોહિલ તથા પો.કો.નરેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ.મહેશભાઈ ગઢવી તથા
પો.કોન્સ.યુવરાજસિંહ ગોહિલ એ રીતેના ઉમરાળા પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી જુગાર ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે ટીંબી ગામે સ્મશાન પાસે ખુલી જગ્યામા અમુક ઇસમો તીનપત્તીનો જુગાર રમે છે તે બાતમીનાં આધારે પો.સ્ટાફના માણસો દ્વારા ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા સદરહું જગ્યાએથી કુલ ૦૭ આરોપીઓ મોઢે માસ્ક પહેરેલ ચહેરો ઢંકાયેલ ગોળ કુંડાળુ વળી જુગાર રમતા હોય જેમાં(૧)સંદીપભાઈ બીજલભાઈ પરમાર જાતે.અની.જાતિ ઉ.વ.૩૫ તથા (૨)અજયભાઈ ઉર્ફે ભૂરો ડાયાભાઇ રાઠોડ જાતે.અનુ.જાતિ ઉ.વ.૩૦ તથા (૩)અશોકભાઈ દેવજીભાઈ રાઠોડ જાતે.અનુ.જાતિ ઉ.વ.૪૦ તથા(૪)મનસુખભાઈ મંગાભાઈ પરમાર જાતે.અનુ.જાતિ ઉ.વ.૩૨ તથા (૫)યોગેશભાઈ હમીરભાઇ પરમાર જાતે.અનુ.જાતિ ઉ.વ.૪૦ (૬)ચીમનભાઈ ભગવાનભાઈ ડાભી જાતે.કોળી ઉ.વ.૪૨ (૭)ગણેશભાઈ રાઘવભાઈ પરમાર જાતે.અનુ.જાતિ ઉ.વ.૩૯ રહે.તમામ ટીંબી ગામ તા.ઉમરાળા જી.ભાવનગરવાળા નાઓને રોક્ડ રૂ.૩૪૭૫૦/- તથા મોબાઇલ નંગ ૩ કી.રૂ.૩૧૦૦૦/- તથા જુગારના સાહિત્ય સાથે તથા કુલ મુદ્દામાલ કિ. રૂ.૬૫૭૫૦/-સાથે પકડાઇ જઇ ગુન્હો કરેલ તેના વિરૂધ્ધ જુ.ધા. કલમ ૧૨ મુજબ પો.કોન્સ. શૈલેષભાઈ બારૈયાનાઓએ ધોરણસર થવા ફરીયાદ આપેલ
આમ આ કામગીરી ઉમરાળા પો.સ્ટેના પો.સબ.ઇન્સ. આર.વી.ભીમાણીનાં માર્ગદર્શન
હેઠળ એ.એસ.આઇ.રાજેન્દ્રસિંહ ગોહિલ,પો.કો.જગતસિંહ ગોહિલ,પો.કો.નરેન્દ્રસિંહ ગોહિલ,પો.કોન્સ. શૈલેશભાઈ બારૈયા,પો.કોન્સ.મહેશભાઈ ગઢવી,પો.કોન્સ.યુવરાજસિંહ ગોહિલ,ડ્રા.પો.કોન્સ.ભૂપતસિંહ મોરી વિગેરે પો.સ્ટાફના માણસો જોડાયેલ હતા અને પ્રશંસનીય કામગીરી કરેલ હતી
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા