અમિત પટેલ અંબાજી
પોલીસ નુંકામ સમાજસેવાનું હોયછે અને લોકોના હિત માટે હોયછે ત્યારે એલસીબી પોલિસે સુંદર કામગીરી કરી હતી.હડાદ પોસ્ટે વિસ્તારમાંથી ગ્રે કલરની ઇકો ગાડી નંબર GJ.09.BJ.6312 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૦૦ કિ.રૂ.૫૧,૦૦૦/-તથા ઇકો ગાડી કિં.રૂ-૩,૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ-૪,૦૧,૦૦૦/- મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા “
શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ દારૂ/ જુગારની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય.
જે સુચના અન્વયે એલ.સી.બી પાલનપુરના I/C પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડી.આર. ગઠવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર.જી.દેસાઇ, નાઓના માર્ગદર્શન અંબાજી એલર્ટ મુકામે મંદિર પરીસરમાં શંકાસ્પદ ઇસમો તેમજ શંકાશીલ પ્રવૂતીઓ સંબધે ચેકીંગની કામગીરી નોકરીની સીફટ પુરી થતાં તે દરમીયાન બાતમી હકીકત મેળવી ઇકો ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૦૦ કિ.રૂ. ૫૧,૦૦૦/-તથા ઇકો ગાડી કિં.રૂ-૩,૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ- ૪,૦૧,૦૦૦/- ના મુદામાલ સાથે ના ચાલક મુકેશભાઇ સોવનભાઇ ગમાર રહે.કોટડાગડી તા.પોશીના જી.સાબરકાંઠા તથા સરફરાજખાન ઇલીયાસખાન બલોચ રહે.હડાદ જુના પઠાણવાસ તા.દાંતા જી.બનાસકાંઠાવાળો પકડાઇ જઇ તથા સલમાનભાઇ બાબુભાઇ શેખ રહે. કોટડાગડી તા.પોશીના જી.સાબરકાંઠા તથા દારૂનો જથ્થો ભરાવનાર પાથરપાડી તા.કોટડા જી.ઉદયપુર રાજસ્થાન વાળા ઠેકાનો સંચાલક ભોપેન્દ્ર તથા દારૂનો જથ્થો લેનાર અશોકભાઇ ઉર્ફે મતી ગલબાભાઇ તરાલ સનાલી તા.દાંતા તથા રાણીકા ગામ તા.દાંતા ખાતે રહેતા જયંતીભાઇ વાળાઓ વિરુધ્ધમાં હડાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
@@ કામગીરીમાં જોડાયેલ કર્મચારી@@
(૧) A..S.I. રઘુવિરસિંહ રણજીતસિંહ એલ.સી.બી. પાલનપુર
(૨) U.H.C.રાજેશકુમાર હરીભાઇ એલ.સી.બી. પાલનપુર
(૩) P.C. ભરતજી કલુજી એલ.સી.બી. પાલનપુર
(૪) P.C. જોરાવરસિંહ ચતુરસીંહ એલ.સી.બી. પાલનપુર