જય ભારત સહ પાલનપુર શહેર ના સંગીત ક્ષેત્રે સંકળાયેલ તમામની આપ સા. શ્રીને નમ્ર અરજ કે, છેલ્લા સાત – આઠ મહિનાથી કોરોના જેવી વૈશ્વિક મહામારી ના કારણે અમો કલાકાર અને આ ક્ષેત્રે સંકળાયેલ તમામ લોકોની આજીવિકા બિલકુલ બંધ છે અમારા બધાની હાલત ખબુ જ કફોડી બની ગઇ છે કલા જગત સાથે સંકળાયેલ કલા કસબીઓને અત્યારે કોઇ પણ જાતની આવક નથી ત્યારે આવી મહામારીની પરિસ્થિતિમાં જયારે સામાન્ય રીતે બધા ધંધા – રોજગાર શરૂ થઇ ગયા છે તો હવે અમારા પણ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ધંધા રોજગાર શરૂ કરવામાં આવે અથવા અમોને આર્થિક સહાય કરવા આવે તેમજ લોનના હપ્તામાં રાહત આપવામાં આવે એવી અમો તમામ કલાકારો આપ સા.શ્રીને નમ્ર અરજ કરીએ છીએ. તેમજ અમારા ધંધા રોજગારમાં થોડી છુટછાટ આપવામાં આવે તો કલા જગત સાથે સંકળાયેલ તમામ લોકોને આવકનો એક સ્ત્રોત ચાલુ થાય.
અમારામાથી મોટાભાગના છેલ્લા ૧૫ – ૨૦ વર્ષથી આ પ્રવૃતિ સાથે સંકળાયેલ છીએ પરંતુ કયારેય અમોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડેલ નથી. આવી વિકટ પરિસ્થિત આટલો લાંબો સમય ચાલવાથી અમારી હાલત અત્યંત કફોડી બનવા પામેલ છે અમારૂ તથા અમારા પરિવારનું ગુજરાન ચલાવવાનું ખૂબ જ કઠીન બની ગયુ છે તો કલા જગત સાથે સંકળાયેલ તમામ લોકો આપ સા. શ્રીને તેમજ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અત્યારે સરકારશ્રીની ગાઇડ લાઇનના અમલીકરણ સાથે કાર્યક્રમો શરૂ કરવાની મંજૂરી આપો તો અમારૂ ગુજરાન વળી પાછું શરૂ થાય તેવી આપ સા. શ્રીને તથા સરકારશ્રીને આ વિનંતી પત્ર ધ્વારા અરજ કરીએ છીએ.
લી.
પાલનપુર સંગીત ક્ષેત્રે સંકળાયેલ કલાકારો વતી…
રીના જોષી,રાજુભાઇ ડાભી,મહેશ બારોટ ,સંગીતા પ્રજાપતિ ,હરી ખરેરા,મીના ઠાકોર ,જ્યોતિ બારોટ …વિગેરે હાજર રહ્યા હતા