ભારતીય થલ સેનામાં ‘આહીર રેજીમેન્ટ’ના ગઠન માટે રક્ષામંત્રી રાજનાથસિંહ અને પ્રધાનમંત્રીને કૃષ્ણવંશી ક્ષત્રિય આહીર સમાજ દ્વારા પત્ર લખવામાં આવ્યો
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આઝાદી પહેલા અને આઝાદી બાદ ક્ષત્રિય આહીર સમાજે દેશ માટે લાખો બલિદાનો આપ્યા છે આ સિવાય ભારત વર્ષની સૌથી પહેલી રેજીમેન્ટ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના વંશજો(ક્ષત્રિય આહીર સમાજ)ની બનાવી હતી અને તેનું નામ ‘નારાયણી સેના’ હતુ જેમાં તમામ યોદ્ધાઓ યદુવંશી આહીરો(યાદવો) હતા અને આ સેનાને સ્વયં દેવતાઓ પણ પરાસ્ત ન કરી શકે એટલી શક્તિશાળી હતી આ સિવાય રેઝાંગલા-૧૯૬૨,વડગાવ,હાજીપીર,અક્ષરધામ,નાથુલા,કારગિલ સહિતના અનેક યુદ્ધોમાં યદુવંશી આહીરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા
વિશેષમાં આહીર રેજીમેન્ટ જાગૃતતા જનક ભાવેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે જ્યારે બંધારણમાં સંશોધન કરીને ૧૦% અનામત આપી શકાય તો દેશ માટે શહિદી વહોરવાની માંગણી કરતા લડાકુ જાતિ ક્ષત્રિય અહીર સમાજની રેજીમેન્ટ કેમ ન બનાવી શકાય?વિશ્વમાં માત્ર કૃષ્ણવંશી આહીર સમાજ જ એવો હશે જે દેશ માટે શહિદી વહોરવા માટે ભારતીય સેનામાં ‘અહીર રેજીમેન્ટ’ની માંગણી કરી રહ્યો છે માટે સરકારે રાષ્ટ્ર પ્રત્યેની કઈક કરી છૂટવાની ભાવના ધરાવતા યદુવંશીઓની માંગણીને તાત્કાલિક ધોરણે સ્વીકાર કરી અને શહીદોને ઉચિત સમ્માન આપવું જોઈએ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા