જિલ્લા પંચાયત હસ્તકની ધર્મશાળાની જમીન પાલિકાએ કોંગ્રેસી નેતાને ફાળવી દીધી
વીનું વઘાસિયાએ રાતોરાત ગેરકાયદે દુકાનો ખડકી દીધી
વલ્લભીપુર:
વેગડ અશોકભાઈ બાલાભાઈ વેગડ (વિલિયમ) નામના નાગરિકે તાલુકા વિકાસ અધિકારીને કોંગી આગેવાન અને વિવિધ સંસ્થાઓમાં હોદ્દેદાર વીનું કુંવરજીભાઇ વઘાસિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબીગનો ગુન્હો દાખલ કરવા બાબતે અરજી આપતા ખળભળાટ મચી ગયો છે.
સિટી સરવે નંબર 346ની 950 ચોરસ મીટર જેટલી જગ્યા કે જે જિલ્લા પંચાયત ભાવનગર હસ્તકની હોવા છતાં ધર્મશાળાની ઉક્ત જગ્યામાં 12×18 ચોરસ ફૂટની દુકાન રાતોરાત ખડકી દઈ જિલ્લા પંચાયતની જમીનમાં કબજો કરી દેતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ માટે રજુઆત કરવામાં આવી છે. આ દુકાનની બાંધકામની મંજૂરી વલભીપુર નગરપાલિકાએ 4 મે 2021ના રોજ વિનુભાઈ કુંવરજીભાઇ વઘાસીયા કે જે સાર્વજનિક ધર્મશાળા ટ્રસ્ટના પ્રમુખ તરીકે છે તેઓને બાંધકામની મંજૂરી આપેલ છે. એક સરકારી મિલકતમાં વલભીપુર નગરપાલિકા દ્વારા મંજૂરી આપેલ છે અને નગરપાલિકાએ તે બાંધકામ મોકુફ રાખવાનો તારીખ 13.9.2021ના રોજ હુકમ પણ કરેલ છે છતાં પણ કોંગ્રેસ નેતા વિનુભાઈ વઘાસીયા દ્વારા 24 કલાક બાંધકામ ચાલુ રાખીને રંગરોગાન સાથે દુકાનનું બાંધકામ પૂર્ણ કરી સરકારી જમીનનો કબજો કરી લીધો હતો. તેથી તેઓ ભૂમાફિયાની વ્યાખ્યામાં આવતા હોય તેના સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા તજવીજ શરૂ થઈ છે. હવે જોવુ રહ્યું કે આ ભુમાફિયા સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં.
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર