મોડાસા, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સંકલિત બાળ સુરક્ષા યોજના (ICPS) નું અમલીકરણ વર્ષ ૨૦૧૧ થી રાજ્યમાં થઈ રહેલ છે. સદર યોજનાનો મુખ્ય હેતુ અનાથ, નિરાધાર, ત્યજાયેલ, મળી આવેલ બાળકોના સંસ્થાકીય પુન:સ્થાપનનો છે. જિલ્લામાં ત્યજાયેલા બાળકો કોઈ અવાવરૂ સ્થળ, ઝાડીમાં, કચરાપેટીમાંકેખાડા-ખાબોચીયામાં ત્યજી દેવામાં આવેલ હોય તેવા બાળકોને બચાવવા મુશ્કેલ થતા હોય છે. આવા ત્યજાયેલા બાળકોને વાલીવારસ દ્વારા નિરાધાર ત્યજી ન દેતા પારણામાં મુકવામાં આવે તો શારીરિક કે માનસિક કોઈપણ પ્રકારની ઈજા ન થાય અને આ બાળકોને પારણામાંથી લઈ વિશિષ્ટ દત્તક સંસ્થામાં દાખલ કરી નવજીવન આપી શકાય તેમજ બાળકના જીવન જીવવાના અધિકારને રક્ષણ મળે છે.તા.૨૧/૦૮/૨૦૨૧ નારોજ જિલ્લા બાળ સુરક્ષા એકમ અરવલ્લી દ્વારા ભિલોડા ખાતે આવેલ કોટેજ હોસ્પિટલમાં અનામી પારણું મુકવામાં આવ્યું.જે માટે હોસ્પિટલની સ્ટાફ નર્સ દ્વારા બાળકની પ્રાથમિક જરૂરી સંભાળની વ્યવસ્થા કરવામાં આવશે અને જરૂરી સારવાર બાદ જિલ્લાના બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઈન (૧૦૯૮) ને સુપરત થયા બાદ બાળકને યોગ્ય રીતે સંસ્થાકીય પુન:સ્થાપન કરવામાં આવશે.
આ કાર્યક્રમમાંAPMC ભિલોડાના ચેરમેનશ્રી હિતેન્દ્રસિંહ સિસોદીયા, ભિલોડાભા.જ.પા. પ્રમુખશ્રીકાન્તીભાઈ પટેલ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. દિલીપસિંહ બિહોલા, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનાચેરમેનશ્રી હિરાભાઈ પટેલ અને સભ્યશ્રીઓ ઈન્દ્રજીતસિંહ રાઠોડ, ભાવેશભાઈ શાહ, મનહરભાઈ દેસાઈઅનેકમળાબેન પરમાર, હોસ્પિટલના અધિક્ષકશ્રી ડૉ. દિનેશભાઈ ડામોર, ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ અશોકભાઈ વૈષ્ણવ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી શકુંતલાબેન નાયી,નર્સિંગ સ્ટાફ અને બાળ સુરક્ષા એકમના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.