અરવલ્લી
મોડાસાની નામાંકિત શૈક્ષણિક સંસ્થા તત્વ ઈજનેરી કોલેજ કોરોના થી મૃત્યુ પામનારના પરિવારના બાળકને વગર ફી એ શિક્ષણ આપશે.
વિશ્વ આજે કોરોનાના ભરડામાંથી બહાર આવવાનો મરણતોલ પ્રયાસ કરી રહ્યું છે અને મહામારીએ દેશની આર્થિક કરોડરજ્જુ પર વિપરીત અસર કરી છે. ત્યારે નાના-મોટા રોજગાર ધંધા બંધ થવાના વાંકે ચાલી રહ્યા છે. લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે ત્યારે ઘણી સેવાભાવી સંસ્થાઓ આવી નબળી આર્થિક પરિસ્થિતિમાં લોકોની મદદે આવી અને આવા પરિવારોને કેસડોલ તેમજ જમવાનું તેમજ અન્ય મદદ નો પ્રવાહ વહેવડાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેવામાં મોડાસા શહેરની નામાંકિત તત્વ ઈજનેરી કોલેજ ચલાવતા તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના થી મૃત્યુ પામેલ મોભી ના પરિવારના બાળક ને ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજમાં વગર ફી શિક્ષણ આપવામાં આવશે તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના આ નિર્ણય વિશે માહિતી આપતા સંસ્થાના ડાયરેક્ટર જયદત્તસિંહ પુવારે જણાવ્યું હતું કે દેશ,ગામ અને સમાજ પર આવી પડેલ આ મહા મુશ્કેલીમાં તત્વ ફાઉન્ડેશન ટ્રસ્ટ લોકોની અને સમાજની પડખે ઊભું છે અને આવા પરિવારના કમાનાર વ્યક્તિ ન હોવાના કારણે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવો નિર્ધાર ટ્રસ્ટે કરેલું છે અને ટ્રસ્ટના ચેરમેન અને નિવૃત્ત મદદનીશ પોલીસ કમિશ્નર આર વી પુવાર વાઇસ ચેરમેન પ્રભુદાસભાઈ પટેલ રસિકભાઇ પટેલ મંત્રી ધર્મેન્દ્ર પટેલ ટ્રસ્ટીશ્રીઓ મનહરભાઈ લીંબાણી, નારણભાઈ લીંબાણી ભુજ વિનુભાઈ પટેલ, અમદાવાદ મહેન્દ્રભાઈ પટેલ કાંતિભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટીમંડળએ સર્વાનુમતે આવા નિરાધાર બાળકોને તેમના સમગ્ર અભ્યાસક્રમ ની ફી માફ કરવાનો નિર્ણય લીધો છે વધુ માહિતી આપતાં ટ્રસ્ટ દ્વારા સંચાલિત તત્વ કોલેજ ના ડાયરેક્ટર જયદત્તસિંહે આવા વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ માટે અરજી કરવા પણ જણાવેલ હતું અને માસ પ્રમોશન ના કારણે સીટો ન ભરાઈ જાય તે માટે પાંચ ટકા સીટો અનામત રાખવાની પણ બાહેંધરી આપેલ હતી માનવ જ માનવને મદદે આવે અને વસુદેવ કુટુંબકમ ના ભાવથી લોકો અરસ પરસ મદદની ભાવના થી આગળ આવે તો સૌ સાથે મળી આવી મહામારીને પણ હરાવી શકીએ ..