– મહેસાણા તથા સાબરકાંઠા જીલ્લામાં ચોરી થયેલ 7 ટ્રેલરો તેમજ ટ્રેક્ટર નંગ-1ની કરી હતી ચોરી
– કુલ રૂ.7,30,000 નો મુદ્દામાલ રીકવર કર્યો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગઢ ગામે થી આજથી સાતેક દિવસ અગાઉ થયેલ ટ્રેલરની ચોરી કરનાર શખ્સને પ્રાંતિજ પોલીસે બાતમીના આધારે ચોરીના ટ્રેલર અને ટ્રેકટર સાથે ઝડપી પાડી મહેસાણા તથા સાબરકાંઠા જીલ્લામાં ચોરી થયેલ 7 ટ્રેલરો તેમજ ટ્રેક્ટર નંગ-1ની ચોરીનો ભેદ ઉકેલી પ્રાંતિજ પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.
પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક નિરજ કુમાર બડગુજર નાઓએ જીલ્લામાં વાહન ચોરી તથા મીલકત ચોરીના ગુન્હા શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ હિંમતનગર નાઓના માર્ગદર્શન હેઠળ વાહન ચોરી તથા મીલ્કત ચોરીના ગુન્હા શોધી કાઢવા પ્રાંતિજ
પોલીસ સતત કાર્યરત રહેલ દરમ્યાન અમોને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, પ્રાંતિજ પોલીસ સ્ટેશન મુજબના ગુન્હાના કામે ચોરી થયેલ ટ્રેલર લઇ આરોપી વિજાપુર બાજુથી સાદોલીયા પુલ થઇ પ્રાંતિજ શહેર બાજુ આવતો હોવાની બાતમી હકીકત આધારે અમો એચ.એસ.ત્રિવેદી પોલીસ ઇન્સ્પેક્ટર તથા વાય.બી.બારોટ પો.સબ.ઇન્સ તથા એ.બી.મિસ્ત્રી, પો.સબ.ઇન્સ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પંચો સાથે સાદોલીયા પુલ પાસે વોચ તપાસમાં રહેલા અને બાતમી હકીકત વાળુ ટ્રેલર લઇ એક શખ્સ આવતા તેનુ નામઠામ પુછતા પોતાનું નામ પ્રદિપસિંહ ઉર્ફે લાલો જગદિશસિંહ મુળસિંહ રાઠોડ ઉ.વ.31 રહે.સંગપુર (ગસાયતા) તા.વિજાપુર જી.મહેસાણાવાળો હોવાનું જણાવેલ અને તેની પાસે ટ્રેક્ટર તથા ટ્રેલરના કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવેલ અને ટ્રેકટર તથા ટ્રેલર સંબધે કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય યુકતી પ્રયુક્તીથી પુછપરછ કરતા સદર ટ્રેલર આજથી સાતેક દિવસ પહેલા ઘડી ગામેથી ચોરી કરેલ હોવાનુ જણાવતા આરોપીને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંતગર્ત અટક કરવામાં આવેલ અને આરોપીને આગવી ઢબથી વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તીથી પુછપરછ કરતા આરોપીએ મહેસાણા જીલ્લા તથા સાબરકાંઠા જીલ્લામાંથી નીચે મુજબ ટ્રેલરોની ચોરી કરેલાની કબુલાત કરેલ છે.
(1) આજથી આશરે સાડા ત્રણેક મહીના પહેલા વિજાપુર તાલુકાના ધનપુરા ગામેથી રાત્રીના સમયે એક ટ્રોલીની ચોરી કરેલ છે.
(2) આજથી આશરે દોઢ મહીના પહેલા વિજાપુર તાલુકાના સુંદરપુર ગામેથી રાત્રીના સમયે એક ટ્રોલીની ચોરી કરેલ છે.
(3) આજથી આશરે દોઢ મહીના પહેલા વિજાપુર તાલુકાના ગોવીંદપુરા ગામેથી રાત્રીના સમયે એક ટ્રોલીની ચોરી કરેલ છે.
(4) આજથી આશરે એક મહીના પહેલા વિજાપુર તાલુકાના સાંકાપુર ગામેથી રાત્રીના સમયે એક ટ્રોલીની ચોરી કરેલ છે.
(5) આજથી આશરે બાવીસ દિવસ પહેલા વિજાપુર તાલુકાના કણભા ગામેથી રાત્રીના સમયે એક ટ્રોલીની ચોરી
કરેલ છે.
(6) આજથી આશરે પંદર દીવસ પહેલા હિંમતનગર તાલુકાના વકતાપુર ગામેથી રાત્રીના સમયે એક ટ્રોલીની ચોરી કરેલ છે. જે સંબધે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન આમ સદર અટક કરેલ આરોપી પ્રદિપસિંહ ઉર્ફે લાલો સ/ઓ જગદિશસિંહ મુળસિંહ રાઠોડ
ઉ.વ.૩૧ રહે.સંગપુર (ગસાયતા) તા.વિજાપુર જી.મહેસાણાવાળાએ ઉપરોક્ત મુજબ ટ્રેલરોની ચોરી કરેલા ગુનાની કબૂલાત કરેલી.