શકિતપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું જગતજનની માં અંબાનું પ્રાચીન અને પવિત્ર મંદીર છે.અંબાજી ખાતે ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે અને દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.હાલમાં અંબાજી તરફના માર્ગો પર ભક્તો સંઘ લઈને આવી રહયા છે પહેલાના સમયે અંબાજી આવતા માર્ગો પર વિવિઘ સેવાકીય સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવકમ્પો શરૂ કરવામાં આવતા હતા પણ આ વખતે સેવા કૅમ્પો એક બે જૉવા મળી રહ્યા છે. અંબાજી થી દાંતા માર્ગ પર પાન્સા ગામે છેલ્લા 20 વર્ષ થી રાજકોટ અન્નશેત્ર નો ભંડારો ચાલતો હતો ત્યારે આ વખતે ગબ્બર તળેટી ખાતે અંબાજી મંદિર ટ્રસ્ટ ની ભોજનાલય મા આજે રાજકોટ અન્નક્ષેત્ર નો ભંડારો શરૂ કરવામાં આવ્યો છે આ પ્રસંગે અંબાજી મંદિર ના વહીવટદાર એસ જે ચાવડા અને અંબાજી પી આઈ જે બી આચાર્ય સહીત વિવિઘ લોકો હાજર રહ્યા હતા. રાજકોટ થી હેતલ ભાઈ રાજ્યગુરૂ સહીત વિવિધ હોદેદારો હાજર રહ્યા હતા અને ભકતોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. બીજી તરફ અંબાજી થી ગબ્બર માર્ગ પર આપેશવર મંદિર તરફથી છેલ્લા આઠ વર્ષથી સેવા કેમ્પ શરૂ કરવામાં આવેલ છે આજે ભોજન પ્રસાદી શરૂ થતા ભક્તો પ્રસાદ લેવા આવી પહોંચ્યા હતા.
આ ભંડારામા ભક્તોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ ની વ્યસ્થા કરવામાં આવે છે, 2020 અને 2021 મા કોરોના મહામારી ના પગલે હાલ બે વર્ષ થી આ સેવા કેમ્પો મોકૂફ રાખવામાં આવ્યા છે પણ હાલમાં અંબાજીમાં આપેશ્વર મહાદેવ મંદિર ખાતે આપેશ્વર મિત્ર મંડળ દ્વારા સતત સાત-આઠ વર્ષ થી પોતાની નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા માઇ ભક્તો ને આપી રહ્યા છે.આજ તારીખ 14-9-2021 ના રોજ થી અંબાજી આવતા માઇ ભક્તોને આપેશ્વર મિત્ર મંડળ દ્વારા કઢી-ખીચડી નો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે.જે સતત ભાદરવી પૂનમ સુધી અવિરત ચાલુ રહેશે. આ સેવા કેમ્પ મા અંબાજી ના ગ્રામજનો,રબારી સમાજ અને આપેશ્વર મિત્ર મંડળ નો મોટો ફાળો હોય છે, અનેક મંડળ ના કાર્યકર્તાઓ પોતાની લાગણી થી માઇ ભક્તોને ભોજન પ્રસાદ વિતરણ કરી સુખ ની અનુભૂતિ કરી રહ્યા છે .
પૂજારી પ્રહલાદ અંબાજી