ગુજરાત સરકાર દ્વારા પોતાના પાંચ પૂર્ણ થવા પર ઉજવણી કરવામાં આવનાર છે.જેમાં આગામી 6 ઓગષ્ટના રોજ રોજગાર દિવસ તરીકે મનાવવામાં જઈ રહી છે.
સામે ગુજરાતી માધ્યમના ટેટ પાસ ઉમેદવારો વિદ્યાસહાયક ભરતી ન થવાથી 3 વર્ષથી બેરોજગાર છે.જેઓ બેરોજગાર હોવાથી ફેસબૂક અને યુટ્યુબના માધ્યમથી સરકાર સમક્ષ પોતાની માંગણી રજૂ કરી રહ્યા છે.જેઓ “સંવેદના અમારી સાંભળો સરકાર,
વિદ્યાસહાયક ભરતી કરો સરકાર”ના શીર્ષક હેઠળ આ કાર્યક્રમ કરી રહ્યા છે.ઉમેદવારોની માંગ છે કે 6 ઓગષ્ટ સુધીમાં વિદ્યાસહાયક ભરતીની જાહેરાત વર્તમાન પત્રમાં આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે શિક્ષણ મંત્રી દ્વારા 3300 વિદ્યાસહાયક ભરતી કરવા માટે વિધાન સભામાં પણ કહેવામાં આવ્યું છે.
ગુજરાતમાં 50 હજાર ટેટ પાસ બેરોજગાર છે.
હરદેવ વાળા ટેટ-૨ ઉમેદવાર/પ્રતિનિધિ..