અહેવાલ જી એક્સ્પ્રેસ ન્યુઝ બ્યુરો અહેવાલ : અભિષેક ડી પારેખ (યુવા રિપોર્ટર ગુજરાત)(જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ & પેપર) દ્વારા
ગુજરાત ના સુરત શહેર માં ખુબ જાણીતું એવું ટ્રસ્ટ ગજેરા ટ્રસ્ટ અને શાળા પરીવાર દ્વારા તારીખ ૬-૧-૨૦૨૨ ના રોજ ગજેરા વિદ્યાર્થી ભવન ઉત્રાણ ખાતે મંથન કાર્યક્રમ અંતર્ગત “અતિથિ વિશેષ” નામનો ટોક શો યોજવામાં આવ્યો હતો જેમાં ૫ વર્ષ માં ૧૨૦૦ થી પણ વધારે કાર્યક્રમ માં સફળ રીતે સંચાલન કરી જેમણે એક વિક્રમ સર્જી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ કોર્પોરેટ, સામાજીક, સરકારી, રાજનૈતિક, સાંસ્કૃતિક, પ્રોડક્ટ લોન્ચિંગ,મોટા મોટા એકઝીબિશન, લાઇવ પ્રોગ્રામ,ટીવી શો,લગ્ન પ્રસંગ, બોલીવુડ સેલિબ્રિટી કોન્સર્ટ,જેવા અનેક ક્ષેત્રોમાં એક આગવી ઓળખ તેમજ દરેક કાર્ય માં સફળ સંચાલન કરી પોતાનું એન્કરીંગ દુનિયા માં એક સર્વોચ્ય અને એક આગવી ઓળખ ઉભી કરી છે તેવા આ ટોક શો માં અતિથિ વિશેષ શ્રી તૃપ્તિ શાહ આ ટોક શો માં ઉપસ્થિત રહ્યાં હતાં જેમને વિદ્યાર્થી ઓ ને એન્કરીંગ કરતા હોય ત્યારે કેવા કેવા મુદ્દા ધ્યાન માં રાખવા જોઈએ સ્ટેજ પર એન્કર ની શું ભુમિકા શું હોઈ જેવા અનેક પ્રશ્નો વિશે વિદ્યાર્થી ઓ સાથે ચર્ચા કરી હતી.
જ્યારે આ ટોક શો વિશે તૃપ્તિ શાહ સાથે જી એક્સ્પ્રેસ ન્યુઝ ના ચેરમેન હેમરાજ સિંહ વાળા દ્વારા ઇન્ટરવ્યૂ દરમિયાન તૃપ્તિ શાહ એ આ ટોક શો માં પોતાને મળેલ અતિથિ વિશેષ નું આમંત્રણ આપવામાં આવ્યું તેઓ ગજેરા ટ્રસ્ટ તેમજ ગજેરા શાળા પરીવાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે આવા ને આવા કાર્યક્રમો કરતા રહો તૃપ્તિ શાહ આ ટોક શો માં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થી અને શાળા ના ટ્રસ્ટી મંડળ તેમજ પ્રિન્સિપાલ શ્રી અને શિક્ષકો ની ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે
તૃપ્તિ શાહ ને જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ તેમજ ન્યુઝ પેપર પરીવાર દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવી રહ્યાં છીએ
અહેવાલ : અભિષેક ડી પારેખ (યુવા રિપોર્ટર ગુજરાત)
(જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ & પેપર)દ્વારા