તાલુકા પોલીસે ૫ આયોજકો સામે પણ એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
મહેસાણા તાલુકા ના ગોરાદ માં જન્માષ્ટમી ના દિવસે મટકી ફોડ કાર્યક્રમ નું આયોજન કરી ભીડ એકઠી કરવા બદલ તાલુકા પોલીસે ઉત્તર ગુજરાત ના લોક પ્રિય ગાયિકા દર્શના વ્યાસ અને ૫ આયોજકો સામે જાહેર નામાં ભંગ અને એપેડેમિક એકેટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
ગોરાદ ગામમાં સોમવારે જન્માષ્ટમી નિમિતે મટકી ફોડ ના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર ગુજરાત ના લોક પ્રિય ગાયિકા દર્શના વ્યાસ ના તાલે લોકો ઝુમિયા હતા જેમાં મોટી સંખ્યા માં લોકો એકઠા થતાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા હતા અને ઉત્તર ગુજરાત ના લોક પ્રિય ગાયિકા દર્શના વ્યાસ એ તેમના ઈન્સ્ટાગ્રામ પર વિડિયો અપલોડ કરતા વિડિયો વાયરલ થતાં મહેસાણા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી તપાસ ના અંતે કોરોના ગાઇડલાઈન અને જાહેર નામાં નો ભંગ થતો હોવાથી ઉત્તર ગુજરાત ના લોક પ્રિય ગાયિકા દર્શના વ્યાસ સહિત ૬ લોકો સામે ગુનો નોંધ્યો હતો જેમાં દર્શના વ્યાસ રહે. મહેસાણા પટેલ રોહિત, મુળ ગોરાદ, રહે મહેસાણા, પટેલ જીજ્ઞેશ રહે મહેસાણા,નાયી કમલેશ રહે મહેસાણા,દરજી અલ્પેશ રહે મહેસાણા, દંતાણી અરવિંદ અને દંતાણી અરવિંદ સામે ગુનો નોંધી દર્શના વ્યાસ અને નાયી કમલેશ ના નિવેદન લેવાયા હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે
આ ઉપર થી એક વાત કહી શકાય આમ જનતા ના કોઈ પણ તહેવાર માં જ કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડ્યા દેખાય છે
જ્યારે વાત કરીએ કોઈ પણ પાર્ટી ના જાહેર કાર્યક્રમો કોરોના ગાઈડલાઈન કે સોશિયલ ડિસ્ટન્સ ના સરે આમ ધજાગરા ઉડે છે આ લોકો પર ગુજરાત પોલીસ અને ગુજરાત પોલીસ તંત્ર કેમ કોઈ કાર્યવાહી કે ફરિયાદ નથી લેતું
રિપોર્ટ બાય હેમરાજસિંહ વાળા જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ ચેરમેન ના કલમે થી