શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. અંબાજી આસપાસ ની રાજ્ય બોર્ડર રાજસ્થાની આવેલી છે અહીં રાજસ્થાન પોલીસ અને ગુજરાત પોલીસના જવાનો પોતાની ફરજ બજાવી રહ્યા છે પરંતુ તેમ છતાંય અહીંથી કેટલીક ચોક્કસ નંબર વાળી ગાડીઓ પસાર થઈ રહી છે જેમાં વિદેશી દારૂ ભરેલો જોવા મળી રહ્યો છે સોમવારે સાંજના સુમારે અંબાજીથી દાંતા માર્ગ પર પાનસા ગામ નજીક swift ગાડી નો રિક્ષા સાથે અકસ્માત થતાં જાહેર માર્ગ પર વિદેશી દારૂ ની બોટલો અસ્ત વ્યસ્ત જોવા મળી હતી લોકો આ ગાડી માંથી દારૂ ની લૂંટ ચલાવી હતી. કાલનો એટલો ગંભીર અકસ્માત હતો કે સ્થાનિક અંબાજી પોલીસ પણ ઘટનાસ્થળે મોડે સુધી આવી હતી નહિ. લોકોમાં ચાલતી ચર્ચા મુજબ આ ગાડી લાઈન વાળી ગાડી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. ગાડીમાં ઘાયલ લોકો અંબાજી ની સરકારી હોસ્પિટલમાં જોવા મળ્યા હતા નહી તો આ લોકો કઈ દિશામાં ગુમ થયા તે હજુ સુધી અંબાજી પોલીસ શોધી શકી નથી.
અંબાજી પોલીસની કામગીરી સામે પણ અંબાજીના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અંબાજીમાં આવનારા દિવસોમાં પોલીસ પોતાની કામગીરી નહિ સુધારે તો લોકોના રોષનો સામનો કરવો પડશે. છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં ચોરી લૂંટફાટ ની ઘટના માં મોટી સંખ્યામાં વધારો થયો છે અંબાજી પોલીસ આવી લૂંટફાટની ઉકેલવામાં નિષ્ફળ રહી છે. અંબાજી ખાતે છેલ્લા ઘણા સમયથી પોલીસ સ્ટેશનમાં રહેલા સ્ટાફની પણ બદલી કરવામાં આવી નથી. અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડ્રાયવર ગૌતમ ની કામગીરી પણ શંકાસ્પદ લાગી રહી છે.
અંબાજી ટ્રાફિક પોલીસ દ્વારા ખુલ્લેઆમ હપ્તાઓ ઉઘરાવવામાં આવી રહ્યા છે. અંબાજી ખાતે ઓવરલોડ ગાડીઓ પસાર થઈ રહી છે પણ પોલીસ કોઈપણ મેમાની કામગીરી કરતી નથી. સામાન્ય લોકોને કાયદા કાનુન બતાવતી પોલીસ આવા બે નંબરના તત્વો સામે નિષ્ફળ રહી છે અને આ કારણે જ છેલ્લા 12 કલાકમાં બે વ્હાઈટ કલરની કારમાં અંબાજી ખાતે વિદેશી દારૂ રાજસ્થાનથી ગુજરાતમાં આવી ગયો હતો. બંને કાર ડુપ્લીકેટ નંબર પ્લેટ થી આ દારૂનો હેરાફેરી કરતી હતી પરંતુ અંબાજી પોલીસ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરી તેવું જાણવા મળ્યું નથી. બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરે તેવો સૂર અંબાજીના લોકો જણાવી રહ્યા છે. રાજસ્થાન છાપરી થી ગુજરાતમાં પ્રવેશેલી ગાડી બિનવારસી હાલતમાં ગબ્બર રબારી વાસ માં જોવા મળી હતી . પરંતુ આ કારમાં બેસેલા લોકો ભાગી ગયા હતા. અંબાજી આસપાસ વાહન ચેકિંગમાં ઉભા રહેતી પોલીસ સામાન્ય લોકોને ભારે હેરાન પરેશાન કરે છે પરંતુ આવી ગાડીઓ તેમને દેખાતી નથી. અંબાજી મા આવતી જતી તમામ ગાડીઓની નંબર પ્લેટ પોલીસ દ્વારા ચેક કરવામાં આવે કારણ કે અહીં ડુપ્લીકેટ નંબર પ્લેટથી મોટા પાયે દારૂનો મોટો કારોબાર ચાલી રહ્યો છે
અંબાજી પ્રહલાદ પૂજારી