જામનગર: 17 સપ્ટેમ્બર એ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની આખા દેશભરમાં ઉજવણી કરવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમના જન્મદિવસ નિમ્મીતે આગળના 7 દિવસ સુધી દેશભરમાં તેમના જીવનને લાગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર ખાતે તેના અનુસંધાને જામનગર ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા લેખક અને પ્રખર વક્તા ડૉ શરદ ઠાકર ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન કાળ દરમ્યાન તેમની સાથેના તેમના અનુભવો અને સ્મરણોને વ્યક્ત કરતા તેમના જીવન અંગેનો ચિતાર રજૂ કર્યો હતો તો બીજી તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પણ નરેન્દ્રભાઈ મોદીની કાર્યશેલી તેમના દૂરનું અને લાંબુ વિચારવાની શક્તિ અને તેમના સાથેના જીવનના અનુભવોને ઉપસ્થિત લોકો સમક્ષ રજુ કર્યા હતા. ડોક્ટર શરદ ઠાકર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનકાળના ખાસ પ્રસંગોને તેમની કાર્ય પદ્ધતિ તેમજ તેમના સ્વભાવ વિશેના પળોને વ્યક્ત કરી દેશ ખરેખર હવે સાચા વ્યક્તિના હાથમાં સુરક્ષિત છે તેવું જણાવ્યું હતું તો પૂર્વ મંત્રીઓ આર સી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા કારણોવશ ઉપસ્થિત ન રહી શકતા આ કાર્યક્રમ બદલ ટેલીફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન ભાજપ શહેર પ્રમુખ ડૉ વિમલ કગથરા, શહેરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, સંગઠન મંત્રિયો, શહેર વોર્ડ કોર્પોરેટરો, મીડિયા ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર સહિત પદાધિકારીઓ, મીડિયા મિત્રો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.