➡પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
➡ ગઇકાલે એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાવનગર, ખડસલીયા ગામનાં પાટીયા પાસે આવતાં પો.હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર, ખડસલીયા, ભાયાભાઇ દેવરાજભાઇ ગોહેલની વાડી પાસે આવેલ જાંબુડીવાળા નેરા ની જાહેર જગ્યામાં દુર્ગેશ ઉર્ફે ડુટો સુરેશભાઇ મકવાણા રહે.ચીમનલાલનો ચોક,કરચલીયાપરા, ભાવનગર વાળો માણસો ભેગાં કરી ગંજીપતાનાં પાનાં-પૈસા વડે હાથ-કાપનો હાર-જીતનો જુગાર રમી-રમાડે છે. આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં….
1. સુરેશભાઇ મગનભાઇ દેગામા ઉ.વ.૩૦ ધંધો-મજુરી રહે.મૌસમ હોટલ સામે,અલ્કા ટોકિઝ પાસે, ભાવનગરવાળા પાસેથી ગોલ્ડન કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ કિ.રૂ.૨,૦૦૦/-
2. પ્રતિકભાઇ હર્ષદભાઇ શાહ ઉ.વ.૩૫ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.બ્લોક નં.૧, રૂમ નં.૧,સીંગલ માળીયા, વિઠ્ઠલવાડી, ભાવનગરવાળા પાસેથી કેસરી કલરનો MI કંપની નો રેડ મી નોટ-૫ પ્રો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- તથા કાળા કલરનું એકટીવા સ્કુટર રજી.નંબર-GJ-04-CQ 0732 કિ.રૂ.૨૫,૦૦૦/-
3. મુકેશભાઇ મેઘજીભાઇ ગોહેલ ઉ.વ.૩૫ ધંધો-હિરા ઘસવાનો રહે.ઝવેરભાઇની વાડી,દેસાઇનગર, ભાવનગરવાળા પાસેથી વાડી પાસે મુકેલ તેનું કાળા કલરનું સ્પ્લેન્ડર મો.સા. રજી.નંબર-GJ-04-BF 2499 કિ.રૂ.૨૫,૦૦૦/-
4. કિરણ ઉર્ફે કરણ બટુકભાઇ જાની ઉ.વ.૩૮ ધંધો-પ્રાયવેટ નોકરી રહે.શ્યામ વિડીયોની બાજુમાં, ધીરજભાઇ પટેલનાં મકાનમાં ભાડેથી, સરીતા સોસાયટીનાં નાંકે,ભાવનગરવાળા પાસેથી કાળા કલરનું કવર ચડાવેલ વીવો કંપનીનો ભુરા કલર જેવો મોડલ નં.VIVO-V21e મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-
5. ભાવિન ઉર્ફે લાલો રમેશભાઇ સાગલાણી ઉ.વ.૨૮ ધંધો-પ્રાયવેટ નોકરી રહે. બ્લોક નંબર-૮/બી, રૂમ નંબર-૧૬૫૪, નવા બે માળીયા,ભરતનગર,ભાવનગરવાળા પાસેથી કાળા કલરનું કવર ચડાવેલ વીવો કંપનીનો ભુરા કલર જેવો મોડલ નં.VIVO-V21 મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/-
આ જુગારવાળી જગ્યાએ પટમાંથી (૧) ગંજીપતાનાં પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-(૨) કાળા કલરનો આઇટેલ કંપનીનો કી-પેડવાળો મોબાઇલ કિ.રૂ.૫૦૦/- (૩) કુલ રૂ.૩૪,૬૫૦/-ની ભારતીય દરની ચલણી નોટો (૪) સફેદ કલરનું લાલ કલરની ધારવાળું ગોદડું કિ.રૂ.૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરેલ.
➡ આ પકડાયેલ માણસોને જુગાર રમતાં નાસી ગયેલ ચાર માણસો બાબતે પુંછતાં નાસી જનાર માણસોમાં (૧) પટમાંથી મળેલ મોબાઇલવાળો અને જુગાર રમાડવાવાળો દુર્ગેશ ઉર્ફે ડુટો સુરેશભાઇ મકવાણા રહે.ચીમનલાલનો ચોક, કરચલીયાપરા,ભાવનગર (૨) અફઝલ ઉર્ફે ખાટકી લાકડિયા રહે.કુંભારવાડા, ભાવનગર તથા બીજા બે અજાણ્યા માણસોનાં નામ ખબર નહિ હોવાનું જણાવેલ.
➡ આમ, જાહેરમાં પૈસા-પાના વતી હાથ કાપનો જુગાર રમતા ઇસમો પાસેથી ગંજીપાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-, મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૧૭,૫૦૦/-,રોકડા રૂ.૩૪,૬૫૦/-, ગોદડું નંગ-૧ કિ.રૂ.૦૦/- તથા મોટર સાયકલ/સ્કુટર-૦૪ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૫૨,૧૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.તેઓ તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થવા માટે ઘોઘા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
➡ આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પોલીસ સબ ઇન્સ.શ્રી એન.જી. જાડેજા, પી.આર.સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પો.હેડ કોન્સ. જયરાજસિંહ જાડેજા,મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા,રાજેન્દ્દસિંહ સરવૈયા,પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા વિગેરે માણસો જોડાયા હતાં.