*આજે ૪૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૫૪ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન થયું*
*જિલ્લામાં નોંધાયેલા ૮૬૫ કેસો પૈકી ૪૬૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ*
૦૦૦૦૦૦
ભાવનગર, તા.૧૭ : ભાવનગર જિલ્લામા આજરોજ ૪૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૮૬૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના હાથબ ગામ ખાતે ૧, તળાજાના સથરા ગામ ખાતે ૧, તળાજાના દેવલી ગામ ખાતે ૧, તળાજાના ત્રાપજ ગામ ખાતે ૧, મહુવાના ભાદ્રોડ ગામ ખાતે ૧, મહુવાના કોંજણી ખાતે ૧, જેસરના તાતણીયા ગામ ખાતે ૧, પાલીતાણાના વાળુકડ ગામ ખાતે ૧, વલ્લભીપુરના દરેડ ગામ ખાતે ૧, વલ્લભીપુરના પાણવી ગામ ખાતે ૧, વલ્લભીપુરના તોતણીયા ગામ ખાતે ૨, ઉમરાળાના બજુડ ગામ ખાતે ૧, ઉમરાળાના કેરીયા ખાતે ૨, સિહોરના સોનગઢ ગામ ખાતે ૧, સિહોરના ભુતિયા ગામ ખાતે ૧, સિહોરના સરવેડી ગામ ખાતે ૧ તથા સિહોરના બોરડી ગામ ખાતે ૧ વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૩ અને તાલુકાઓના ૨૧ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ અવસાન થયેલ છે.
આમ જિલ્લામા નોંધાયેલા ૮૬૫ કેસ પૈકી હાલ ૪૬૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૩૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૮ દર્દીઓનુ અવસાન થયેલ છે.
રિપોર્ટર વિપુલ બારડ ભાવનગર