જિલ્લામાં નોંધાયેલા ૬૨૫ કેસો પૈકી ૩૭૪ દર્દીઓ હાલ સારવાર હેઠળ
૦૦૦૦૦૦
ભાવનગર, તા.૧૨ : ભાવનગર જિલ્લામા આજરોજ ૪૬ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૬૨૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૬ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૩૧ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, તળાજાના ઉંચડી ગામ ખાતે ૧, મહુવાના હરીપરા ગામ ખાતે ૧, મહુવાના સેદરડા ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૨, ગારીયાધારના મોટી વાવડી ગામ ખાતે ૧, ગારીયાધારના પચ્છેગામ ખાતે ૧, વલ્લભીપુરના ભોજપરા ગામ ખાતે ૧, ઉમરાળાના પીપેળીયા ગામ ખાતે ૧, ઉમરાળાના દેદકડી ગામ ખાતે ૧, ઉમરાળાના દડવા ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧ તથા સિહોરના બુઢણા ગામ ખાતે ૧ વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૯ દર્દી અને તાલુકાઓના ૧ દર્દી મળી કુલ ૧૦ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬૨૫ કેસ પૈકી હાલ ૩૭૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૨૩૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.
રિપોર્ટર વિપુલ બારડ ભાવનગર