૩૦ બેડની સુવિધા, નર્સ અને ડોકટર ની દેખરેખ, લેબોરેટરી ટેસ્ટની પણ વ્યવસ્થા
સાંપ્રત કોરોના મહામારીમાં સારવાર માટે જૂદી જૂદી હોસ્પિટલ માં બેડ મળતા નથી ત્યારે કોરોના દર્દી ઓને ધેર આઇસોલેસન માટે પણ તકલીફો ઊભી થઇ છે તેવી સ્થિતીમાં મોડાસા માં જીનીયસ શૈક્ષણિક સંકુલમાં આર. એસ. એસ. પ્રેરિત જ્ઞાન ગુર્જરી ટ્રસ્ટ અને ભારત વિકાસ પરિષદ દ્વારા ૩૦ પથારી નું તમામ સગવડો સાથે નિશુલ્ક આઇસોલેસન કેંદ્ર શરૂ કરવામાં આવતાં જરૂિયાતમંદો માં આનંદ ની લાગણી ફેલાઇ છે.
RSS અને ભારત વિકાસ પરિષદ ના સંયુકત પ્રયાસો ને સમાજ માં ચારે બાજૂ થી આવકાર મળી રહ્યો છે.
સંઘ અગ્રણી મોહનભાઈ પટેલ, નટુભાઈ પટેલ, અભિમન્યુ રાઠી, કૈલાસ ભાઈ શાહ, નગર કાર્યવાહ નવનીત પટેલ તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો નાગેન્દ્રસિંહ બિહોલા, મંત્રી રાજેન્દ્ર ભાઈ પટેલ સહિત સૌ કાર્યકર્તા સેવા માં લાગી ગયા છે.
અહી આવનાર દર્દીને કુદરતી વાતાવરણ ની સાથે યોગ પ્રાણાયામ, ગીત, ભજન વગેરે દ્વારા તણાવમુક્ત રાખવાનો પ્રયત્ન કરાશે.
ડો નાગેન્દ્રસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે સંક્રમિત દર્દીઓને હોમકોરાન્ટાઈનમાં અગવડો પડે છે અને પરીવારમાં બીજા સદસ્યોને પણ સંક્રમણનો ભય રહે છે ત્યારે આ કેંદ્ર માં જરૂર પડે ૧૩૦ બેડ સૂધીની તૈયારી અમોએ કરી છે. અહી એલોપથીની સાથે આયુર્વેદિક ઉપચાર થકી દર્દીની સારવાર ઉપલબ્ધ કરેલ છે. ઉપરાંત બે ટાઇમ ભોજન, સવારે ચા નાસ્તો, લીંબુ પાણી, ઉકાળો પણ દર્દીને નિશુલ્ક અપાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સંઘના સ્વયંસેવકો હોમ કોરાન્ટાઈન અને સાર્વજનિક હોસ્પિટલ માં દર્દીઓને ભોજન ટિફિન સુવિધા વિતરણમાં પણ સેવારત છે.