શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જ જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં અંબાજી મંદિર ના દ્વાર 2 મહીના બાદ ખુલતા યાત્રીકો પાસે પ્રસાદ ના નામે લૂંટતા તત્વો સામે વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવતાં અંબાજી મંદિર ના ચેરમેન અને વહીવટદાર દ્વારા 6 વિભાગની કમિટી બનાવવામાં આવી છે અને આજે અંબાજી મંદિર ના દર્શનપથ પર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના બોર્ડ લગાવવામા આવતાં ધર્મપ્રેમી જનતા મા ભારે ખુશી જોવા મળી હતી પરંતું ટ્રસ્ટ તરફથી જે બોર્ડ પર નંબર લખવામાં આવ્યો હતો તે નંબર મા ભુલ થતાં તેને સુધારવામાં આવ્યો હતો.
અંબાજી ખાતે આવતાં માઈ ભક્તો અંબાજી ના નાકે પહોંચે તે પહેલાં પ્રસાદ ના એજન્ટો તેમને ગેરમાર્ગે દોરીને પ્રસાદના મસમોટા બીલો બનાવતા હતા જે બીલો કાચા અને નામ ઠામ વિનાના હતા અને જયારે થોડા દિવસ અગાઉ પ્રસાદનું મોટુ બિલ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અંબાજી ખાતે ઘણા પ્રસાદના વેપારીઓ સારા છે અને અમુક તત્ત્વો ના લીધે સારા પ્રસાદના વેપારીઓએ બદનામ થતા હતા ત્યારે અંબાજી મંદિર ના ચેરમેન અને વહીવટદાર દ્વારા 6 વિભાગની ની કમિટી બનાવવામાં આવી હતી અને આજે અંબાજી ના દર્શનપથ પર ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના બોર્ડ લગાવવામાં આવતાં લોકોમાં અને ભક્તોમાં ભારે ખુશી જોવા મળી હતી, આજે શક્તિદ્વાર ની પાસે ગ્રાહક સુરક્ષા ના બોર્ડ પર વિપુલ ગુર્જર નો નંબર સુધારવામાં આવ્યો હતો અને વિવાદનો અંત આવ્યો હતો.
@@ જી એકસપ્રેસ ના અહેવાલની સૌથી મોટી અસર @@
યાત્રાધામ અંબાજીમાં આજે સાંજે શક્તિ દ્વાર ની પાસે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ગ્રાહક સુરક્ષાના જે બોર્ડ લગાવવામાં આવ્યા હતા તેમાં 4 ની જગ્યાએ 7 થઈ જતા ઘરે વિવાદ થવા પામ્યો હતો અને જી એક્સપ્રેસના અહેવાલ બડત વહીવટી તંત્ર દોડતું થયું હતું અંબાજી દાંતા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ વિપુલ ગુર્જર દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ નું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મીડિયામાં અહેવાલ આવ્યા બાદ અંબાજી મંદિર દ્વારા બોર્ડમાં છપાયેલ નંબર મા સુધારો કરવામાં આવ્યો હતો.