💫ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી કે.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
💫 ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગઇકાલે તળાજા પોલીસ સ્ટેશનનાં ગ્રામીણ વિસ્તારમાં પ્રોહી અંગે પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન ભારોલી ગામના પાદર,પાણીની ટાંકી પાસે આવતા ખાનગીરાહે હકીકત મળેલ કે ભારતસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા કુલદિપસિંહ સિધ્ધરાજસિંહ ગોહિલ રહે.બંને ભારોલી તા.તળાજાવાળા ઇંગ્લીશ દારૂના કેસમાં પકડાયેલ. જે ભાવનગર જીલ્લા જેલમા છે. તેઓ પકડાયેલ તે પહેલા તેઓએ ભારોલી ગામનાં વિક્રમસિંહ પથુભા ગોહિલની વાડીના પશ્વિમ શેઢા પાસે આવેલ છાપરાનો ડુંગરની ખીણમાં જાડીમાં જે સરકારી જમીન છે તેમાં ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ઉતારેલ.જે હાલ ત્યા પડેલ છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનો ભારતીય બનાવટની પરપ્રાંત ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક બોટલો મળી આવેલ.
1. મેકડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ MLની બોટલ નંગ-૨૭૫ ભરેલ પેટી-૨૩ કિ.રૂ.૮૨,૫૦૦/-
2. કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલ ૫૦૦ MLબિયર ટીન નંગ-૨૪ કિ.રૂ.૨,૪૦૦/-
💫જેથી ઉપરોક્ત બોટલ નંગ-૨૭૫ તથા બિયર ટીન-૨૪ મળી કુલ રૂ.૮૪,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરી બંને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.
💫આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી કે.બી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયાની સુચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ મહિપાલસિંહ ગોહિલ,મહેન્દ્દભાઇ ચૌહાણ, અરવિંદભાઇ બારૈયા તથા ડ્રા.એ.એસ.આઇ. સુરસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતાં.