ભાવનગર રેન્જ ભાવનગર ના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લા વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.
જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે વિસ્તારમાં મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાનન સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે, બે ઇસમો નં(૧) રાજુભાઇ ઉર્ફે કમો ધીરૂભાઇ પરમાર ઉ.વ.-૨૭ જાતે-કોળી ધંધો-હીરા ધસવાનો રહે-મુળગામ માળવાવ,પ્લોટ વિસ્તાર હાલ.નૈપ સોફળા વિસ્તાર તા.મહુવાવાળો હોવાનુ જણાવે છે. તથા નં(૨) નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ પંકજભાઇ ઉર્ફે પકો બાબુભાઇ ગોહિલ ઉ.વ.-૨૨ જાતે-કોળી ધંધો- મજુરી રહે- જનતા પ્લોટ-૧, મોરારી હનુમાન પાસે મહુવાવાળા હોવાનુ જણાવેલ અને મજકુર બન્ને ઇસમોને પોતાની પાસેની હીરો હોન્ડા સ્પલેન્ડર મોટર સાયકલના આધાર પુરાવા અને બીલ માંગતા પોતે ફર્યુ ફર્યુ બોલવા લાગેલ અને પોતાની પાસે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનુ જણાવતા મજકુર ઇસમે પોતાની પાસેની હીરો હોન્ડા મોટર સાયકલ ચોરી કે ચળકપટથી મેળવેલનુ જણાતા જે જોતા એક હીરો હોન્ડા કંપનીની બ્લુ સીલ્વર કલરના પટ્ટાવાળુ સ્પલેન્ડર મો.સા જેની રજી.નં-GJ-04-AH-5765નું. ચેસીસ નંબર જોતા –05M15E00249 તથા એન્જીન નંબર-05M16F01546 તથા(૨) હોરી હોન્ડા સ્પલેન્ડર મો.સા.રજી.નં- રજી.નં-GJ-04-AK-6345ના જેના ચેસીસ નંબર જોતા–06L16C0691તથા એન્જીન નંબર-06L15M06675નું કિ.રૂ.૧૫,૦૦૦/- ગણી તથા (૩) બજાજ ડીસ્કવર જેના રજી.નં- GJ-01-PH-370 જેના ચેસીસ નંબર જોતા–MD2A14A74CRE0290તથા એન્જીન નંબર-JBZRCE02176ના મળી આવતા કુલ ચોરાઉ મોટર સાયકલ નં-૩ કુલ કિ.રૂપિયા-૫૦,૦૦૦/-નો મુદામાલ સાથે બન્ને ઇસમને પકડી પાડેલ છે.
મજકુર ઇસમો પાસેથી મળી આવેલ ચોરાઉ મોટર સાયકલો બાબતે વિગતે પુછપરછ કરતા જણાવેલ કે, ગઇ તા.૧૫/૦૯/૨૦૨૦ના રોજ મહુવા સરકારી હોસ્પીટલ ખાતેથી તથા આજથી આશરે વીસેક દિવસ પહેલા વડલી સદભાવના હોસ્પીટલના પાર્કિગમાંથી તેમજ આજથી આશરે દોઢેક મહિના પહેલા મહુવા કુબેરબાગ પાસેથી અલગ અલગ જગ્યાએથી પોતે તથા આરોપી નં(૨)નાએ ચોરી કરેલ હોવાનુ જણાવતા જે અંગે ખરાઇ કરતા મહુવા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૦૧૬૯૫/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે. મજકુર આરોપીઓને મહુવા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.
આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. હે.કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં
રિપોર્ટ બાય મુકેશ વાઘેલા