💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
💫 ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુકત રીતે હકિકત મળી આવેલ કે,દાઠા તથા મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મહેબુબભાઈ ઉર્ફે લાલો સૈયદભાઈ આરબ રહે. પરિમલ સોસાયટી, પાલીતાણાવાળો હાલ પાલીતાણા બસ ડેપોના ગેટ પાસે પીળા કલરનું ટીશર્ટ અને કાળા કલરનું નાઈટ પેન્ટ પહેરી ઉભેલ છે. જે હકીકત આધારે તપાસ કરતા બાતમી હકીકતવાળો ઈસમ મહેબુબભાઈ ઉર્ફે લાલો સૈયદભાઈ મોરખ/આરબ ઉવ.૩૨ રહે. મરચાવાળા દાદાની સામે, પરિમલ સોસાયટી, પાલીતાણા વાળો હાજર મળી આવેલ. તેની પુછપરછ કરતાં મહુવા તથા દાઠા પોલીસ સ્ટેશનનાં ઈંગ્લીશ દારુના ગુન્હામાં પોતે નાસતાં-ફરતાં હોવાનું જણાવેલ.જે આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
💫 આમ, દાઠા પો.સ્ટે. સી.પાર્ટ ગુ.ર.નં.૪૦૪/૨૦૨૦ પ્રોહી ૬૫ એ,ઈ, ૧૧૬ બી, ૮૧, ૯૮(૨) તથા મહુવા પો.સ્ટે સી.પાર્ટ ગુ.ર.નં.૬૦૫/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ એ,ઈ, ૧૧૬ બી વિગેરે મુજબના ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, ભાવનગરને સફળતા મળેલ છે.
💫 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં ઇ.ચા. પોલીસ ઇન્સ.શ્રી એન.જી.જાડેજા,પોલીસ સબ ઇન્સ. શ્રી પી.આર.સરવૈયાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં હેડ કોન્સ. જયદાનભાઈ લાંગાવદરા, હરેશભાઈ ઉલવા, પોલીસ કોન્સ બિજલભાઈ કરમટીયા, શકિતસિંહ સરવૈયા એ રીતેના માણસો જોડાયા હતાં.