Breaking NewsLatest

દીકરી એટલે વ્હાલ નો દરિયો, દીકરી એટલે દિલ નો ધબકારો..

બિલકુલ આ જ રીતે આપણે વાત કરવા જઈ રહ્યા છીયે નિકકીબા રાઠોડ ની. નિકકીબા એ એમના  પપ્પાનો દિલનો ધબકારો એમનો શ્વાસ અને એમની રાજકુમારી..

તા-૧૨-૦૮-૧૯૮૭ ના દિવસે ગાંધીનગર જિલ્લા ના નાના એવા પડુસ્મા ગામે નિકકીબા  રાજપૂત પરિવાર એટલે કે રાઓલ ચાવડા પરિવાર   માં મારો જન્મ થયો નિકકીબા ના  પિતાશ્રી અમરસિંહ ચાવડા અને એમના  માતૃશ્રી સૂર્યાબા ચાવડા એ રાજકુમારી ની જેમ એમનો  ઉછેર કર્યો સાથે સાથે ભગવાને એમને  બલરામ જેવા મોટાભાઈ ના સ્વરૂપે યોગેન્દ્રસિંહ ને મોટા બેનબા કંચનબા જેવા બે મોટા-ભાઈબહેન નો પણ ભરપૂર પ્રેમ આપ્યો, પરીવાર મા સૌથી નાના હોવાથી બધાના સૌથી લાડકા પણ  છે . નિકકીબા નુ બાળપણ ખૂબ જ સુખમાં પસાર થયું કયારેય ભાઈ બહેન સાથે મીઠા ઝગડા તો કયારેય કયારેય પપ્પા પાસે ની જીદ. અને અભ્યાસ ની સાથે સાથે  આ બધા મા બાળપણ ક્યા પસાર થઈ ગયું એની ખબર જ ન પડી.

પણ આપડી હિન્દૂ સંસ્કૃતિ માં જેમ કહેવાય છે ને કે “દીકરી એટલે પારકી થાપણ”..બસ આ રીતે જ એમના  યુવાવસ્થા દરમિયાન એમના  પિતાજી એ એમનુ સગપણ અરવલ્લી જિલ્લાના ટાકાટૂંકા ગામે એમના  જ રાજપૂત સમાજ ના કિશનસિંહ રાઠોડ સાથે નક્કી કર્યું..

એમના  જીવનમાં એમનો 8 અને 12 ના આંકડા સાથે ગજબ નો નાતો રહ્યો છે આ આંકડો એમને  ક્યારેક ખુશી માં તો  ક્યારેક ખૂબ જ ઊંડા આઘાત માં પરોવી દે છે..

નિકકીબા નો જન્મદિવસ 12/08/1987 અને સગપણ બાદ એમના લગ્ન તારીખ 08/12/2009 ના રોજ યોજાયા લગ્ન બાદ નિકકીબા એમના  પતિ સાથે ગાંધીનગર મા રહેતા હતા . ખૂબ સુંદર સુખી-સંપન્ન લગ્નજીવન માં એ પસાર કરી  રહ્યા હતા, સાસરી માં એમના  સસરાજી નો નાની ઉંમરે જ સ્વર્ગવાસ થયેલ એટલે  સાસુમા એ એમને  લગ્નજીવન દરમિયાન એમને  ખુબ જ હેત આપેલ, નિકકીબા ના લગ્નજીવન ના અંદાજીત દોઢેક વર્ષ ના સમયગાળા બાદ એમના પ્રેમ ના પ્રતીકરૂપે ભગવાને એક સુંદર રાજકુમાર જેવો દિકરો  આપ્યો જેનું નામ એમના પરિવારે નૈધિત્યસિંહ (યકકુબાપુ) રાખ્યું…

પણ કહેવાય છે ને કે સુખ હોય કે દુઃખ કદી એકસરખું રહેતું નથી..બિલકુલ એ રીતે જ નિકકીબા ના જીવન માં પણ આ સુખ નો સૂરજ બહુ જાજુ ટક્યો નહીં અને ફરી થી એ જ 8 અને 12 નો અંક એમના  જીવન માં આ વખતે ખૂબ જ ઊંડો દુઃખનો ડુંગર લઈને આવ્યો..યોગાનુયોગ નિકકીબા ના લગ્નજીવન ની છઠ્ઠી-વર્ષગાંઠ ના દિવસે એટલે કે 8-12 2015 ના રોજ અકસ્માત માં નિકકીબા  પરમેશ્વર એમના  સર્વસ્વ એવા એમના  પતિદેવ કિશનસિંહ રાઠોડ નું આકસ્મિક અવસાન થયું અને માથે થી છત રૂપી એમના  પતિદેવ નો સહારો જતો રહ્યો અને  બાદ એમનો અને એમના  સાડા-ચાર વર્ષ ના દીકરા નો સંઘર્ષ નો સમય શરૂ થયો.

પતિ ના અવસાન બાદ નિકકીબા  ઊંડા આઘાત માં જતા રહ્યા હતા અને પેરાલીસીસ જેવી બીમારી માં જકડાઈ ગયા હતા  અને લાબા સમય સુધી માનસિક ઙીપરેસન જેવી બીમારી નો ભોગ બન્યા.  નિકકીબા ને સારું થતા અંદાજે 6- થી 12 માસ જેટલો સમયગાળો વીતી ગયો અને તે દરમિયાન એમનુ  અને એમના  પુત્ર યકકુબાપુ ની એમના  માતા-પિતા એ ખૂબ સારસંભાળ રાખી, નિકકીબા ના માતા પિતા પર પણ જાણે આભ ફાટી ગયું હોય એમ એ પણ નિકકીબા નો ઉદાસ ચહેરો જોઈને બિમાર થઇ જતાં તેમ છતાં એમના  મમ્મી પાપા અને એમના ભાઈ ભાભી એ મને સારી હિમ્મત આપી અને મને એમને એમના  પગ પર ઉભા  કર્યા . નિકકીબા ને સારુ થયા બાદ માતા પિતા ના સહયોગ અને સહકાર થી નિકકીબા એ અમદાવાદમાં નાનુ મકાન લીધુ સ્વસ્થ થયા બાદ બીજા 6-માસ બાદ એમને  પગ ઉપર ઉભા રહીને સ્વ-નિર્ભર બનવા માટે બ્યુટીશિયન-ક્ષેત્ર માં ટ્રેનર તરીકે જોબ ની શરૂઆત કરી. પરંતુ ત્યા એમનો જોબ નો સમય સવારે 10 થી  સાંજે 7 વાગ્યા નો હતો એ દરમિયાન એ એમના  પુત્રનું ધ્યાન રાખી શકે એમ ન હતા તો ફરી કુદરતે એક વષઁ માટે મા દિકરા ને અલગ કરી દીધા.અને ત્યારે ફરી એક વાર નિકકીબા ને એમના  માતા પિતા નો સહકાર મલ્યો અને એક વષઁ એમના  માતા પિતા ના ઘરે એમના  પુત્ર એ અભ્યાસ કર્યો. નાનપણથી જ બ્યુટીપાર્લર નો શોખ હતો અને સારો અનુભવ બી હતો એટલે બ્યુટીપાર્લરમાં જોબ કરી ને ફરી સારો અનુભવ મેળવ્યો. ત્યાર બાદ નિકકીબા એ પોતાનો બિઝનેસ શરુ  કર્યો. જેનુ નામ આપ્યુ બાઈસા બ્યુટી ઝોન. આ સમય એવો હતો કે નિકકીબા  પાસે એમના  અનુભવ સિવાય બીજું કાંઈ નહોતું. અને આવા સમયે પોતાના પારકા થઈ ગયાં અને પારકા પોતાના થઈ ગયા. પણ કહેવાય છે ને કે ખરાબ સમય હમેશાં નથી રહેતો. અને આવા સમય માં માતા પિતા એ કયારેય ડરતા કે હારતા શીખવ્યું જ નહોતું અને માતા પિતા ના આશીર્વાદ થી એ એમના   બિઝનેસ મા પણ સફળ રહયા.

આની સાથે સાથે નિકકીબા ના પતિ એમના  પર જે જવાબદારી મુકી ને ગયા છે એનુ પણ એમને ધ્યાન રાખવાનું હતુ એટલે નિકકીબા એ એમના  પુત્ર નુ સારી સ્કુલ માં એડમીશન કરાવ્યું. નિકકીબા ના પતિદેવ નુ સપનું હતુ કે એમનો પુત્ર ભણી ગણી ને અધિકારી બને કાતો કોઈ બિઝનેસમેન બને.એટલે એ સાથે સાથે એમના  પુત્ર નુ બી ધ્યાન રાખવા લાગ્યા. તે દરમિયાન નિકકીબા ને એમના  જ રાજપૂત સમાજ નું ગૌરવ કહી શકાય તે સોનલબા પઢીયાર નો સપકઁ થયો. અને એ એમના થકી સમાજ ના કાયોઁઁ મા જોડાયા . અને એમના થકી એ તલવારબાજી મા પણ જોડાયા. રાજપૂત સમાજ માં જન્મ હતો એટલે તલવારબાજી મા પણ રુચિ હતી. આમાં પણ મહત્વનો સપોર્ટ મળ્યો તેમજ તેમની પ્રેરણા અને સહયોગ થી એ નાનપણ થી જ જે તલવારબાજી માં રુચિ હતી તેના દ્વારા એમના  સમાજ ની બેન-દીકરીઓ ક્યાંય દબાઈને ના રહે તે માટે મેં નિઃસ્વાર્થ એકપણ રૂપિયો લીધા વિના તલવારબાજી શીખવાડવાની શરૂઆત કરી જેમાં નિકકીબા ને સોનલબા પઢીયાર અને એમના  રાજપૂત-સમાજ ની સાથે સમગ્ર ગુજરાતની જનતા નો ખુબ સુંદર સહયોગ અને આશીર્વાદ મળ્યા કે જેના દ્વારા અત્યારે એ ક્ષેત્ર માં તેમજ સામાજિક સેવાકાર્યો માં નિકકીબા ને પ્રથમ સીનેલાઈફ એવોર્ડ ની સાથે સાથે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ જેવા મહત્વ ના એવોર્ડ મળવાની સાથે અત્યાર સુધી કુલ 15 થી 17 જેવા નાના મોટા એવોર્ડ મળી ચૂકેલા છે..જે નિકકીબા ને હજુ પણ આનાથી પણ કંઈક વધારે સામાજિક સેવાકાર્યો કરવા માટે એમનો ઉત્સાહ વધારી રહ્યા છે.

અત્યારે નિકકીબા એમનું  પોતાનું બ્યુટીશિયન પાર્લર ચલાવવાની સાથે સાથે એમના  પરિવાર નુ પણ ધ્યાન રાખી રહયા છે  . રાજપુત સમાજની દીકરીઓ માટે તલવારબાજી-ટ્રેનિંગ સેન્ટર ચલાવી રહયા  છે.  અને ભારત દેશ ની રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના માં મહિલા મંત્રી તરીકે ની મહત્વની ફરજ બઝાવી રહયા  છે. અને સાથે સાથે સામાજિક સંસ્થાઓમા એમના  થી થતી નાની મોટી સેવાઓ પણ આપી રહ્યા છે. ગરીબ પ્રત્યે વધારે લાગણી છે કેમ કે એ સમય મા થી નિકકીબા બહુ  ખરાબ રીતે પસાર થઈ ચુકયા છે. એટલે નાના મોટા પ્રસંગ પર ગરીબો ને દાન પણ કરતા હોય છે .

ઘણી સામાજિક-સંસ્થાઓ માં નિકકીબા  થી થતી નાની-મોટી સેવા અર્પણ કરવાની સાથે અન્નસેવા, શિયાળા માં ધાબળા સ્વેટર  વિતરણ, વિદ્યાદાન, તેમજ ગરીબ બાળકો ને કપડાં નું વિતરણ જેવી એમના  થી થતી ઘણી નાની-મોટી સેવાઓ કરતા હોય છે.

છેલ્લે એટલું કહીશ કે નિકકીબા ના જીવનસંઘર્ષ માં એમને ઘણું બધુ શીખવા મળ્યું છે, નિકકીબાએ એકસમયે સૂકો-રોટલો અને પાણી પીને પણ પેટ નો ખાડો પૂર્યો છે અને સમાજમાં લોકોના તિરસ્કાર નો પણ સામનો કર્યો છે ત્યારે એ એના પર થી એટલુ ૧૦૦% દરેક સમાજ ને વિનંતી કરવા માગે છે કે જે કોઈપણ સમાજ માં રૂઢિચુસ્ત કુરિવાજો ચાલી રહ્યા હોય કે જ્યાં નાની-ઉંમરમાં વિધવા બનેલી બેન-દીકરીઓ ને લોકોના તિરસ્કાર નો સામનો કરવો પડતો હોય તો સામાજિક આગેવાનોએ આગળ આવીને એવી પરંપરાઓ ને દૂર કરવી જોઈએ અને એવી બેન-દીકરીઓ ને બીજે સગપણ કરીને વળાવવી જોઈએ કે જેથી કરીને એને ફરીથી એક નવું જીવન જીવી શકવાની હિંમત મળે અને સમાજ માં ગર્વભેર પોતાનું જીવન-નિર્વાહ કરી શકે નિકકીબા દરેક ને હમેશાં  એટલું જ કહેવા માગે છે કે જીવન મા કયારેય હાર ના માનવી જોઈએ આવી અનમોલ જીંદગી વારે વારે નથી મળતી… એટલે મહેનત કરતા રહો..અને મહેનત કદી નિષ્ફળ નથી જતી..ભગવાન હમેશાં મહેનત નુ ફળ આપતા જ હોય છે..અને એ મહેનત દ્વારા અંધારા માં છવાયેલી જિંદગી માં ફરી સુખ નો સૂરજ ઉગતા વાર નથી લાગતી.

જય માતાજી

સ્પેશિયલ રિપોર્ટ બાય બિનલબા વાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 640

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *